કન્ફર્મ:ઈયરબડ્સની ખરીદીમાં ઉતાવળ ન કરતાં, ટૂંક સમયમાં 2000 રૂપિયાથી પણ ઓછી કિંમતના ‘રિઅલમી બડ્સ Q’ ઈયરબડ્સ ભારતમાં લોન્ચ થશે

2 વર્ષ પહેલા
 • રિઅલમી ઈન્ડિયાના CMO ફ્રાન્સિસ વોંગે ટ્વીટ કરી રિઅલમી બડ્સ Q’નાં કિંમતની હિન્ટ આપી
 • ‘રિઅલમી બડ્સ Q’ ઈયરબડ્સની કિંમત ચીનમાં 149 ચીની યુઆન (આશરે 1600 રૂપિયા) છે
 • સિંગલ ચાર્જમાં તે 20 કલાકનું મ્યૂઝિક પ્લેબેક આપે છે
 • આ વાયરલેસ ઈયરબડ્સમાં 10mmનાં ડ્રાઈવર્સ મળશે
 • તે ટચ સેન્સિટિવ કન્ટ્રોલ સપોર્ટ કરે છે

ચાઈનીઝ ટેક કંપનીએ થોડાં દિવસ અગાઉ ચીનમાં ‘રિઅલમી બડ્સ Q’ ઈયરબડ્સ લોન્ચ કર્યાં હતા. ટૂંક સમયમાં રિઅલમી તેને ભારતમાં પણ લોન્ચ કરશે. મજાની વાત તો એ છે કે આ ઈયરબડ્સની કિંમત 2000 રૂપિયા કરતાં પણ ઓછી હશે. રિઅલમી ઈન્ડિયાના CMO ફ્રાન્સિસ વોંગે ટ્વીટ કરી આ વાત કન્ફર્મ કરી છે

10mmનાં ડ્રાઈવર્સ ધરાવતાં ‘રિઅલમી બડ્સ Q’ ઈયરબડ્સની કિંમત ચીનમાં 149 ચીની યુઆન (આશરે 1600 રૂપિયા) છે. તેથી ભારતમાં તેની કિંમત 1600 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જોકે તેનાં લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ હિન્ટ આપી નથી.

ચીનમાં લોન્ચ થયેલાં ‘રિઅલમી બડ્સ Q’ ઈયરબડ્સનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

 • આ વાયરલેસ ઈયરબડ્સમાં 10mmનાં ડ્રાઈવર્સ મળશે.
 • તેને IPX4 રેટિંગ મળ્યું છે. તેથી તે સ્વેટ અને વોટર રઝિસ્ટન્સ છે.
 • સિંગલ ચાર્જમાં તે 20 કલાકનું મ્યૂઝિક પ્લેબેક આપે છે.
 • તેમાં લૉ લેટન્સી મોડ આપવામાં આવ્યો છે.
 • તેમાં ક્વિક ટચ સેન્સિટિવ કન્ટ્રોલ મળશે.
 • આ ઈયરબડ્સનું વજન 3.6 ગ્રામ છે.
અન્ય સમાચારો પણ છે...