અપકમિંગ / ‘રિઅલમી બડ્સ એર નિયો’ ઈયરબડ્સ 25મે એ લોન્ચ થશે, તેની કિંમત 2,999 રૂપિયા હોઈ શકે છે

X

  • ઈયરબડ્સમાં 13mmનાં લાર્જ બાસ બૂસ્ટ ડ્રાઈવર્સ મળશે
  • ટચ સેન્સિટિવ કન્ટ્રોલ અને વોઈસ અસિસ્ટન્ટ સપોર્ટ કરશે
  • વ્હાઈટ, ગ્રીન અન રેડ કલર વેરિઅન્ટ લોન્ચ થશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 04:40 PM IST

ચાઈનીઝ ટેક કંપની 25મે એ લોન્ચિંગ ઈવેન્ટ કરવાની છે. આ ઓનલાઈન લોન્ચિંગ ઈવેન્ટમાં રિઅલમી ટીવી અને વોચ સાથે કંપની ટ્રુલી વાયરલેસ ‘રિઅલમી બડ્સ એર નિયો’ ઈયરબડ્સ પણ લોન્ચ કરશે. આ વાયરલેસ ઈયરબડ્સની કિંમત 2,999 રૂપિયા હોઈ શકે છે. કંપની લોન્ચિંગના દિવસથી જ તેનું વેચાણ ફ્લિપકાર્ટ પરથી શરૂ કરી શકે છે.

‘રિઅલમી બડ્સ એર નિયો’ઈયરબડ્સનાં બેઝિક ફીચર અને સ્પેસિફેકેશન

  • આ ઈયરબડ્સમાં 13mmનાં લાર્જ બાસ બૂસ્ટ ડ્રાઈવર્સ મળશે.
  • આ ઈયબડ્સ ચાર્જિંગ કેસ સાથે કુલ 17 કલાકનું પ્લેબેક આપશે. અને કેસ વગર સિંગલ ચાર્જ પર 3 કલાકનું પ્લેબેક આપશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ ચેનલ ટ્રાન્સમિશન બ્લુટૂથ 5.0 મળશે.
  • તેમાં સુપર લેટન્સી મોડ મળશે, જે ફંક્શનના ડિલે ટાઈમને 50% ઘટાડશે.
  • તે મોબાઈલ સાથે ઓટો કનેક્ટ થશે.
  • તેનાં વ્હાઈટ, ગ્રીન અન રેડ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • તેમાં કન્ટ્રોલ માટે ટચ સેન્સિટિવ કન્ટ્રોલ અને વોઈસ અસિસ્ટન્ટ મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી