તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ના ચોથા ક્વાર્ટરનો રિપોર્ટ:15 રીઝનની ટોપ-5 સ્માર્ટફોન બ્રાન્ડમાં સામેલ થઈ રિયલમી, ભારતમાં 12% માર્કેટ શેર રિયલમીનો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાઈનીઝ કંપની રિયલમીનો ગ્રોથ યથાવત છે. કેનાલિસના ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટના રિપોર્ટ પ્રમાણે, રિયલમી 2020ના ચોથા ક્વાર્ટરમાં 15 રીઝન અર્થાત ક્ષેત્રોની કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. કંપની 2020માં દક્ષિણ પૂર્વ એશિયા માર્કેટમાં ઝડપથી પોતાનો ગ્રોથ કરી રહી છે. ટોપ 5 કંપનીઓમાં રિયલમી સાથે સેમસંગ, શાઓમી, એપલ અને હુવાવે સામેલ છે.

રિયલમી ઈન્ડિયા એન્ડ યુરોપ રિયલમીના CEO અને વાઈસ પ્રેસિડન્ટ, માધવ શેઠે કહ્યું કે, અમે અમારા સ્માર્ટફોનની કિંમત લોકોને ધ્યાનમાં રાખીને નક્કી કરીએ છીએ. ગ્રાહકોનો પણ અમને સપોર્ટ મળે છે. કંપની સોફ્ટવેર અને હાર્ડવેરની મદદથી યુવાઓની તમામ જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે.

ભારતમાં રિયલમીનો 12% માર્કેટ શેર
રિયલમીએ 2020ના ચોથા ક્વાર્ટરમાં ફિલિપિન્સમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. થાઈલેન્ડ અને મ્યાનમાનમાં યર ઓન યર આધારે 100%થી વધારે ગ્રોથ કર્યો છે. ભારતમાં રિયલમી 12% માર્કેટ શેર સાથે તે ટોપ-5માં સામેલ છે. ગ્રીસ અને ચેક ગણરાજ્યમાં કંપની પાંચમાં સ્થાને છે.

સસ્તાં 5G સ્માર્ટફોન પર ફોકસ
ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્ટ ગ્રુપ, CMRની એનાલિસ્ટ, આનંદ પ્રિયાએ જણાવ્યું કે, 2021 અને ત્યારબાદ સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં વેગ જોવા મળશે. ફીચર ફોનનો ઉપયોગ કરતાં યુઝર્સ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન પર શિફ્ટ થશે. તો સસ્તાં 5G સ્માર્ટફોન લોન્ચ થવાથી દેશમાં તેમની ડિમાન્ડ વધશે. તેમાં 20 હજાર રૂપિયાના સ્માર્ટફોન સામેલ છે. રિયલમી જેવી કંપનીનું ફોકસ 5G રેડી ડિવાઈસ પર રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો