અપકમિંગ:3 સપ્ટેમ્બરે લોન્ચ થશે રિઅલમી 7 સિરીઝ, 40 મિનિટમાં ફુલ ચાર્જ થશે ફોન; 64MP કેમેરા અને 8GB રેમ મળી શકે છે

2 વર્ષ પહેલા
  • લીક રિપોર્ટ અનુસાર, ફોનનાં 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે
  • રિઅલમી ઈન્ડિયાના CEO માધવ શેઠે ફોન પર PUBG રમી રહ્યા હોવોનો વીડિયો શેર કર્યો

ચાઈનીઝ કંપની રિઅલમી ભારતમાં 3 સપ્ટેમ્બરે રિઅલમી 7 સિરીઝ લોન્ચ કરશે. આ સિરીઝમાં ‘રિઅમલી 7’ અને ‘રિઅલમી 7 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થશે. રિઅલમી ઈન્ડિયાના CEO માધવ શેઠે ટ્વીટ કરીને હિન્ટ આપી છે કે ફોન ગેમિંગ ફોન હોઈ શકે છે.

રિઅલમી ઈન્ડિયાના CEO માધવ શેઠે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. તેમાં માધવ PUBG રમતાં નજરે પડે છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ફોન રિઅલમી 7 સિરીઝનો જ છે. વીડિયો પ્રમાણે ફોનમાં મલ્ટિપલ રિઅર કેમેરા મળશે. ગેમિંગ સ્માર્ટફોન હોવાથી તેમાં ફાસ્ટ પ્રોસેસર અને વધારે રેમ મળી શકે છે.

65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે
ફોનમાં 65 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે. તેનાથી 5000mAhની બેટરી 0થી 100% 40 મિનિટમાં થઈ જશે.

રિઅલમી 7નાં સ્પેસિફિકેશન

  • મીડિયા રિપોર્ટ્સ અને લીક અનુસાર, ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ IPS સ્ક્રીન મળી શકે છે. તેનું રિઝોલ્યુશન 1080X2400 પિક્સલ હશે. ફોનમાં મીડિયાટેક હીલિયો G95 પ્રોસેસર મળી શકે છે. ફોનનાં 6GB+ 64GB અને 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોનમાં 64MPનું સોની IMX682 પ્રાઈમરી સેન્સર મળી શકે છે. સાથે 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનો પોટ્રેટ લેન્સ અને 2MPનો મેક્રો લેન્સ મળી શકે છે. સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે. ફોનમાં 30 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAhની બેટરી મળી શકે છે.

રિઅલમી 7 પ્રોનાં સ્પેસિફિકેશન

  • લીક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ IPS ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ હશે. ફોનમાં સ્નેપડ્રેગન 720G પ્રોસેસર સાથે 6GB અને 8GB રેમ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોનનાં 64GB અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોનમાં 64MPનું સોની IMX682 પ્રાઈમરી સેન્સર મળી શકે છે. સાથે 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનો પોટ્રેટ લેન્સ અને 2MPનો મેક્રો લેન્સ મળી શકે છે. સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે. ફોનમાં 65 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 4500mAhની બેટરી મળી શકે છે.
અન્ય સમાચારો પણ છે...