રિયલમીએ લોન્ચ કર્યા 2 નવા 5G સ્માર્ટફોન:Realme 10 પ્રો અને 10 પ્રો પ્લસમાં મળશે 108MP પ્રાઈમરી કેમેરા, 14 ડિસેમ્બરે ફ્લિપકાર્ટ પર પહેલો સેલ થશે
રિયલમીએ ભારતમાં બે નવા બજેટ 5G સ્માર્ટફોન રિયલમી 10 પ્રો અને રિયલમી 10 પ્રો પ્લસ લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોનમાં તમને 108MPનો પ્રાઈમરી કેમેરા મળી રહેશે. આ બંને 5G સ્માર્ટફોનને 14 ડિસેમ્બરથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.
રિયલમી 10 પ્રોમાં શું મળશે?
- રિયલમી 10 પ્રોમાં 6.7 ઈંચની ફુલ HD+ 120Hzની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં સાઈડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
- આ સ્માર્ટફોનમાં 5G ટેકનોલોજી અને પરફોર્મન્સ માટે Mediatek Dimensity 1080 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ક્વાડ કોર સ્નેપડ્રેગન 695 5G પ્રોસેસરથી સજજ છે.
- આ સ્માર્ટફોન ડાર્ક મેટર, હાઈપર સ્પેસ અને નેબૂલા બ્લૂ કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે.
- આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઈમરી કેમેરો 108MPનો મળે છે અને સેકન્ડરી કેમેરા 2MPનો રહે છે. આ સ્માર્ટફોનમાં ફ્રન્ટ કેમેરો 16MPનો મળે છે.
- રિયલમી 10પ્રોની સાથે 5000mAhની બેટરી અને 33Wનો સૂપરવુક ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે. ચાર્જિંગને લઈને કંપનીનો દાવો છે કે, 29 મિનિટમાં જ ફોન 50% ચાર્જ થઈ જાય છે.
- રિયલમી 10પ્રો ફોન 6GB RAM સાથે 128GB સ્ટોરેજની કિંમત ₹18,999 અને 8GB RAM સાથે 128GB સ્ટોરેજની કિંમત ₹19,999 રાખવામાં આવી છે.
રિયલમી 10પ્રો પ્લસમાં શું મળશે?
- રિયલમી 10પ્રો પ્લસની સાથે 6.7 ઈંચની ફૂલ HD+ OLED કર્વ્ડ ડિસ્પ્લે પેનલ મળી છે. રિયલમી 10 પ્રો પ્લસમાં યૂઝર્સને ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.
- તેમાં 5G ટેકનોલોજી અને પરફોર્મન્સ માટે MediaTek Dimensity 1080 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ક્વાડ કોર સ્નેપડ્રેગન 695 5G પ્રોસેસરથી સજજ છે.
- આ સ્માર્ટફોન 108 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાથી સજ્જ છે. બીજો લેન્સ 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ અને ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલ મોનોક્રોમ છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
- આ સ્માર્ટફોન ડાર્ક મેટર, હાઈપર સ્પેસ અને નેબૂલા બ્લૂ કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે.
- રિયલમી 10પ્રો પ્લસની સાથે 5000mAhની બેટરી અને 67Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે. ચાર્જિંગને લઈને કંપનીનો દાવો છે કે, 17 મિનિટમાં જ ફોન 50% ચાર્જ થઈ જાય છે.
- રિયલમી 10પ્રો પ્લસમાં 6GB RAM સાથે 128GB સ્ટોરેજની કિંમત ₹24,999 અને 8GB RAM સાથે 128GB સ્ટોરેજની કિંમત ₹25,999 રાખવામાં આવી છે.