2021ની ટેક કન્ટ્રોવર્સી:વ્હોટ્સએપ પોલિસીથી લઈને ટ્વિટરની મનમાની સુધી આ વર્ષે ટેક ઈન્ડસ્ટ્રીમાં વિવાદોનો ઢગલો, ફેસબુક નંબર 1 પર રહી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક પર ફેક ન્યૂઝ, ભડકાઉ પોસ્ટ, હ્યુમન ટ્રાફિકિંગ સહિતના ઘણા આરોપો લાગ્યા

2022માં ટેક કંપનીઓ તેમની પ્રો લેવલની ટેક્નોલોજી રજૂ કરશે. આવતાં વર્ષની તૈયારી ભલે કંપનીઓ અત્યારથી કરી રહી હોય પરંતુ તે દરમિયાન વિવિધ ટેક કંપનીઓનું નામ કન્ટ્રોવર્સી સાથે જોડાયું. આજે આપણે વર્ષનાં અંતે ટેક વર્લ્ડમાં વિવાદાસ્પાદ વાતોની ચર્ચા કરીશું....

ફેસબુકની 5 કન્ટ્રોવર્સી
આ વર્ષે ફેસબુક કન્ટ્રોવર્સીનો પર્યાય બની. ફેક ન્યૂઝ, ભડકાઉ પોસ્ટ, હ્યુમન ટ્રાફિકિંગ સહિતના ઘણા આરોપો કંપની પર લાગ્યા. ફેસબુક પર આ વર્ષે વ્હિસલબ્લોઅર ફ્રાન્સિસ હોગેને ઘણા ગંભીર આરોપો લગાવ્યા.

1. ભારતની ચૂંટણીમાં ભડકાઉ પોસ્ટને વેગ આપવો
ફેસબુકના 2 વર્ષના મલ્ટિપલ ઈન્ટર્નલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો. તે પ્રમાણે 2019ની ચૂંટણીમાં 'એન્ટિ માઈનોરિટી અને એન્ટિ મુસ્લિમ' નિવેદનો પર રેડ ફ્લેગ સૌથી વધારે જોવા મળ્યા.

2. MMR વેક્સિન અંગે ફેક કન્ટેન્ટ
કોવિડ 19 મહામારી અને વેક્સિનેશન સાથે સંકળાયેલી ઘણી ફેક પ્રોફાઈલ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રમોટ થઈ. આવી પ્રોફાઈલના 3.70 લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ પર એન્ડ્રયુ વેકફીલ્ડની એક ડોક્યુમેન્ટરી પ્રમોટ થઈ રહી હતી. તેમાં MMR વેક્સિવનેશન અંગે ફેક કન્ટેન્ટને વેગ મળી રહ્યો હતો.

3. ટાઈમ મેગેઝિને કવર પેજ પર 'ડિલીટ ફેસબુક' કેપ્શન આપ્યું
ફ્રાન્સિસ હોગેને ફેસબુક પર આરોપ લગાવ્યો હતો કે તેની પ્રોડક્ટ બાળકોને નુકસાન કરી રહી છે. ત્યારબાદ ટાઈમ મેગેઝિને ઝકરબર્ગને આડેહાથ લઈ કવર પેજ પર 'ડિલીટ ફેસબુક' કેપ્શન આપ્યું.

4. ફેસબુક નહિ 'ફેકબુક'
હોગેને તેના ખુલાસામાં કીધું હતું કે ભારતમાં ફેસબુક 'ફેકબુક' બની રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં ફેક અકાઉન્ટથી ફેક સમાચારોનાં માધ્યમથી ચૂટંણી પ્રભાવિત થઈ રહી છે.

5. ફેસબુક પર હ્યુમન ટ્રાફિકિંગનો આરોપ
એપલે ફેસબુક પર આ ગંભીર આરોપ લગાવ્યો હતો. એપલે જણાવ્યું કે ફેસબુક પર મહિલાઓને નોકરાણી તરીકે અપોઈન્ટ કરવા સઉદી અરબ, ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન સહિતના મિડલ ઈસ્ટ દેશોમાં પ્રોડ્ક્ટની જેમ રજૂ કરવામાં આવતી હતી.

6. વ્હોટ્સએપ પોલિસી

જાન્યુઆરી 2021થી વ્હોટ્સએપની નવી પોલિસી વિવાદમાં રહી. તે પ્રમાણે, યુઝરે નવી પોલિસી એક્સેપ્ટ કરવી પડશે નહિ તો વ્હોટ્સએપનો ઉપયોગ નહિ કરી શકાય. આ પોલિસીનો વિવાદ વધતા સરકાર વચ્ચે પડી અને તેની ડેડલાઈન વધારવાનું કહ્યું. ત્યારબાદ કંપની પોલિસી મંજૂર કરવાના યુઝરને રિમાઈન્ડર આપતી રહી.

7. એપલ Vs ફેસબુક

iOS 14 અપડેટેશન માટે ફેસબુક અને એપલ સામ સામે થઈ. ફેસબુકે એપલ પર આરોપ લગાવ્યો કે એપલની નવી અપડેટથી તેનાં પ્લેટફોર્મની જાહેર ખબરો પર ખરાબ અસર થશે. iOS 14 અપડેટ બાદ યુઝર ફેસબુકની જાહેર ખબરો બ્લોક કરી શકતો હોવાથી આ વિવાદ થયો હતો.

8. કન્નડ ભાષાનો વિવાદ
ગૂગલે કન્નડ ભાષાને ભારતની સૌથી ખરાબ ભાષા કહી દીધી. તેનો પણ સખત વિરોધ થયો. ગૂગલ પર જ્યારે યુઝર ‘ugliest language in India’ સર્ચ કરતો ત્યારે તેને જવાબ 'કન્નડ ભાષા' મળતો. કર્ણાટક સરકારે ગૂગલને નોટિસ આપ્યા બાદ ગૂગલે માફી માગી હતી.

9. ખેડૂત આંદોલન સમયે ટ્વિટરની મનમાની
ટ્વિટર અને સરકાર વચ્ચે આ વર્ષે જાન્યુઆરીમાં તકરાર શરૂ થઈ. ખેડૂત આંદોલન સમયે દિલ્હીમાં થયેલી હિંસા પર ટ્વિટર પર ઘણી ફેક ન્યૂઝ અને ભડકાઉ પોસ્ટ થઈ. ત્યાર બાદ સરકારે આવા અકાઉન્ટ વિરુદ્ધ એક્શન લેવા ટ્વિટરને કહ્યું. ટ્વિટરે કેટલાક અકાઉન્ટ સસ્પેન્ડ કર્યા જોકે ત્યારબાદ તે ફરી એક્ટિવ થયા હતા. ત્યારબાદ સરકારે પાકિસ્તાનથી ઓપરેટ થતા હેન્ડલ બ્લોક કરવા માટે કહ્યું તો તેમાંથી ટ્વિટરે કેટલાક જ અકાઉન્ટ બ્લોક કર્યા હતા.

10. એમેઝોન પર ફેક રિવ્યૂનો આરોપ
બ્રિટનના રેગ્યુલેટરે એમેઝોન અને ગૂગલ પર ફેક રિવ્યૂ કરવાનો આરોપ લગાવ્યો. કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી રેગ્યુલેટરે આરોપ લગાવ્યો કે બંને ટેક કંપનીઓએ ફેક રિવ્યૂ દૂર કરવા કોઈ પગલાં લીધા નથી.