અપકમિંગ ફીચર્સ:ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં મળશે મલ્ટિ ડિવાઈસ સપોર્ટ અને એડવાન્સ વોલપેપર સહિત આ 5 ફીચર્સ, જાણો લિસ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • Read Later ફીચર હાલના આર્કાઈવ્ડ ચેટ ફીચરથી રિપ્લેસ કરશે
  • વ્હોટ્લએપ પર વીડિયો મોકલતા પહેલા મ્યુટ કરી શકાશે

યુઝર્સના ઓવરઓલ એક્સપિરિઅન્સને વધારે સારો બનાવવા માટે વ્હોટ્સએપ અવારનવાર નવાં નવાં ફીચર્સ લોન્ચ કરે છે. ફેસબુકની માલિકીની આ એપે તાજેતરમાં પણ ઘણાં નવાં ફીચર્સ જેમ કે ડિસઅપિયરિંગ મેસેજ, ડિલીટ ઈન બલ્ક, શોપિંગ અને પેમેન્ટ સર્વિસ લોન્ચ કર્યાં છે. આગામી સમયમાં વ્હોટ્સએપના 5 હટકે ફીચર્સ લોન્ચ થવાના છે, જે વધારે યુઝર ફ્રેન્ડલી એક્સપિરિઅન્સ આપશે. આ ફીચર્સ કયા છે અને તે શા માટે ખાસ હશે આવો જાણીએ.

ટ્રેન, બસ, પબ્લિક પ્લેસ પર કોવિડ સંક્રમિતોની લાઈવ માહિતી મળશે; વોઈસ કમાન્ડથી કોલને રિસીવ-રિજેક્ટ કરી શકાશે

1. રીડ લેટર (Read Later)
વ્હોટ્સએપ રીડ લેટર નામનાં નવાં ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર આર્કાઈવ ચેટ ફીચરને રિપ્લેસ કરશે. રીડ લેટર ફીચર આર્કાઈવ ચેટનું ડિફરન્ટ વર્ઝન છે, જેમાં વેકેશન મોડ મળે છે, પરંતુ આ ફીચર ઓન કર્યા બાદ તમને કોઈ નોટિફિકેશન નહિ મળે.
યુઝર્સને રીડ લેટર ફીચર ચેટનાં ટોપ સેક્શનમાં જોવા મળશે. જોકે હાલ આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. કંપની તેને ડિસેમ્બરમાં અથવા આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં રિલીઝ કરી શકે છે.

2. મ્યુટ વીડિયો બિફોર સેન્ડિંગ (Mute videos before sending)
આ એક મહત્ત્વનું ફીચર છે જેના પર કંપની કામ કરી રહી છે. આ ફીચરને સૌ પ્રથમ WABetaInfo વેબસાઈટે ટ્રેક કર્યું હતું. આ ફીચર ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટરની જેમ હવે વ્હોટ્સએપમાં પણ કન્ટેન્ટ મોકલતા પહેલાં વીડિયો મ્યુટ કરવાની સુવિધી આપશે.

એન્ડ્રોઈડ અને iOS તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થયું વ્હોટ્સએપનું ડિસઅપિયરિંગ મેસેજ ફીચર, તેના ઉપયોગ માટે આ સ્ટેપ્સ ફોલો કરો

3. રિપોર્ટ ટુ વ્હોટ્સએપ (Report to WhatsApp)
આ ફીચર રોલઆઉટ થયા બાદ યુઝર સંવેદનશીલ અથવા અનવોન્ટેડ મેસેજ મોકલનારા વ્હોટ્સએપ કોન્ટેક્ટ રિપોર્ટ કરી શકે છે. આ ફીચર ટૂંક સમયમાં જ રિલીઝ થઈ શકે છે.

4. મલ્ટિ ડિવાઈસ સપોર્ટ (Multi-device support)
ઘણા મહિનાઓથી આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તેનું ટેસ્ટિંગ હાલ છેલ્લાં ફેઝમાં છે. તેથી ટૂંક સમયમાં તે લોન્ચ થઈ શકે છે. આ ફીચર હાલના વર્ક ફોર્મ હોમ કન્ડિશનમાં ઘણુ આવશ્યક છે કારણ કે ઘરેથી કામ કરતા સમયે વધારે ડિવાઈસિસ સાથે કનેક્ટેડ રહેવું પડે છે.

હાલ વ્હોટ્સએપમાં એક જ લોગ ઈન ડિવાઈસ સપોર્ટ છે. અર્થાત યુઝર મોબાઈલમાં વ્હોટ્સએપ વેબ દ્વારા એક જ PC/લેપટોપ પર લોગ ઈન કરે છે. આ સિવાય જો કોઈ એક ફોનમાં વ્હોટ્સએપ ઈન્સ્ટોલ્ડ હોય તેનો યુઝર ઉપયોગ કરી રહ્યો હોય તો તે જ નંબરથી બીજા મોબાઈલમાં વ્હોટ્સએપ ઈનસ્ટોલ્ડ કરી શકાતું નથી. મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર માટે વ્હોટ્સએપ 1 વર્ષથી કામ કરી રહી છે.

કોઈ પણ એક ડિવાઈસનાં એક્શન તમામ ડિવાઈસ પર લાગુ થશે
રિપોર્ટ પ્રમાણે, આ નવાં ફીચરની મદદથી યુઝર એકસાથે 4 ડિવાઈસ પર એક્ટિવ રહી જુદી જુદી એક્ટિવિટી કરી શકે છે, પરંતુ કોઈ એક ડિવાઈસના એક્શનના પરિણામ તમામ ડિવાઈસ પર એકસરખા મળશે. અર્થાત જો કોઈ એક ડિવાઈસમાં યુઝરે કોઈ ચેટ ડિલીટ કરી છે તો અન્ય 3 ડિવાઈસમાંથી પણ તે આપમેળે ડિલીટ થઈ જશે.

5. એડવાન્સ વોલપેપર (Advanced Wallpaper)
હાલ વ્હોટ્સએપ તમને વોલપેપર બદલવાની અનુમતિ આપે છે, પરંતુ તે બધા જ કોન્ટેક્ટ માટે લાગુ પડે છે. એડવાન્સ વોલપેપરમાં યુઝર કોઈ સ્પેસિફિક કોન્ટેક્ટ માટે સ્પેસિફિક વોલપેપર રાખી શકે છે. હાલ આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટેસ્ટિંગ સફળ થતાં જ ટૂંક સમયમાં તેને લોન્ચ કરવામાં આવશે.