ગૂગલ પ્લે સ્ટોર પર ફરી ટ્રોજન અર્થાત વાઈરસ ધરાવતી એપ્સ સામે આવી છે. એન્ટિવાઈરસ અને ઈન્ટરનેટ સિક્યોરિટી કંપની અવાસ્ટના રિપોર્ટ મુજબ, પ્લે સ્ટોર પર 17 એપ્સ જાહેરાતોનાં માધ્યમથી યુઝરનો ડેટા ચોરી કરી રહી છે. અગાાઉ કંપનીએ આવી 47 એપ્સ વિશે ગૂગલને જણાવ્યું હતું, જેમાાંથી ગૂગલે 30 એપ્સનો સફાયો કર્યો છે.
અવાસ્ટના રિપોર્ટ અનુસાર, ડેટા ચોરી કરતી આ 17 એપ્સ પ્લે સ્ટોર પર ગેમિંગ કેટેગરીમાં છે. જોકે તેનું અસલ કામ યુઝરનો ડેટા ચોરી કરવાનો છે. આ એપ્સ ડિવાઈસમાં ડાઉનલોડ થયા બાદ તેનો આઈકોન છૂપાવે છે. એપની જાહેરાતોને સ્કિપ કરી શકાતી નથી.
અવાસ્ટે 47 ટ્રોજન એપ્સની ઓળખ કરી હતી
અવાસ્ટની ટીમે પ્લે સ્ટોર પર 47 ટ્રોજન એપની ઓળખ કરી હતી. ગૂગલે તેમાંથી 30 એપ્સને હટાવી હતી. અવાસ્ટના થ્રેટ ઓપરેશન એનાલિસ્ટ જાકુબ વેવરાના મત અનુસાર, યુઝર્સ આ ટ્રોજન એપ્સ ડાઉનલોડ કરે છે, તો એક ટાઈમર શરૂ થાય છે. એક નિશ્ચિત સમય સુધી જ યુઝર તેમાં ગેમ રમી શકે છે. ટાઈમર પૂરું થતાં એપ આઈકોન છૂપાઈ જાય છે અને ત્યારબાદ એપ યુઝરની મંજૂરી વગર જાહેરાતો દર્શાવે છે, જેને સ્કિપ કરી શકાતી નથી.
હાલ પ્લે સ્ટોર પર ટ્રોજન એપ્સ ઉપલબ્ધ
અવાસ્ટે જાહેર કરેલી 17 ટ્રોજન એપ્સમાંથી કેટલીક એપ્સ હાલ પણ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તેમાં સ્કેટ બોર્ડ ન્યૂ, ફાઈન્ડ હિડન ડિફ્રન્સિસ, સ્પોટ હિડન ડિફ્રન્સિસ, ટોની શૂટ ન્યૂ અને સ્ટેકિંગ ગાય્સ સામેલ છે.
કેવી રીતે ટ્રોજન એપ્સની ઓળખ કરશો?
આ એપ્સના આઈકોન ફોનમાં દેખાતા નથી, તેથી તેને ડાયરેક્ટ અનઈન્સ્ટોલ કરી શકાતી નથી. તેવામાં ફોનનાં સેટિંગમાં એપ મેનેજરમાં જઈને એપના આઈકોનની ઓળખ કરી તેને અનઈન્સ્ટોલ કરી શકાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.