તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ પ્રોસેસર:ક્વૉલકોમે 7 સિરીઝના સ્નેપડ્રેગન 780G 5Gની જાહેરાત કરી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કેમેરા સપોર્ટ કરશે

2 મહિનો પહેલા
  • સ્નેપડ્રેગન 780G 6th જનરેશનનું ક્વૉલકોમ જૂનાં મોડેલ કરતાં બમણી સ્પીડ ધરાવે છે
  • તે એકસાથે 3 કેમેરાથી કેપ્ચર કરવામાં સક્ષમ છે

અમેરિકન ચિપ મેકર કંપની ક્વૉલકોમે તેની લેટેસ્ટ 7 સિરીઝ પોર્ટફોલિયોમાં વધાર્યો છે. કંપનીએ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 780G 5G મોબાઈલ પ્લેટફોર્મની જાહેરાત કરી છે. સ્નેપડ્રેગન 780Gને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે પાવરફુલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને શાનદાર ફોટોગ્રાફીમાં કામ આવે છે.

આ પ્લેટફોર્મ 7 સિરીઝમાં પ્રથમ વખત પ્રીમિયમ ટિયર ફીચર્સના સિલેક્શનને સક્ષમ બનાવે છે. તે નેક્સ્ટ જનરેશનનો એક્સપિરિઅન્સ આપે છે.

7 સિરીઝના 350થી વધારે ડિવાઈસ લોન્ચ કર્યા
ક્વૉલકોમ ટેક્નોલોજીમાં પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઈસ પ્રેસિડન્ટ, કેદાર કોંડાપે કહ્યું કે, 3 વર્ષ પહેલાં સ્નેપડ્રેગન 7 સિરીઝને રજૂ કર્યા બાદ આ સિરીઝના મોબાઈલ પ્લેટફોર્મના આધારે 350થી વધારે ડિવાઈસ લોન્ચ કર્યાં છે. હવે અમે સ્નેપડ્રેગન 780G 5G મોબાઈલ પ્લેટફોર્મની શરૂઆત કરી તેને આગળ વધારી રહ્યા છીએ.

3 કેમેરાથી એક સાથે કેપ્ચર કરશે
નવું ક્વૉલકોમ સ્પેક્ટ્રા 570, સ્નેપડ્રેગન 780G 5G 7 સિરીઝના એવા પ્રોસેસર છે જેમાં ટ્રિપલ ઈમેજ સિંગલ પ્રોસેસર મળે છે. અર્થાત તે એકસાથે 3 કેમેરાથી કેપ્ચર કરવામાં સક્ષમ છે.

જૂનાં મોડેલ કરતાં બમણી સ્પીડ
સ્નેપડ્રેગન 780G 6th જનરેશનના ક્વૉલકોમ AI એન્જિનથી પાવર્ડ છે. તેમાં ક્વૉલકોમ હેક્સાગૉન 770 પ્રોસેસર છે, જે 12 TOPSs AI પર્ફોર્મન્સ આપે છે. જૂનાં મોડેલ કરતાં તેની સ્પીડ બમણી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો