ન્યૂ 5G સ્માર્ટફોન:48MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ ધરાવતા 'iQOO 7' અને 'iQOO 7' લેજન્ડ સ્માર્ટફોન લોન્ચ, આ રીતે ₹5000નું ડિસ્કાઉન્ટ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બંને સ્માર્ટફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે અને 66 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે
 • સિક્યોરિટી માટે બંને ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા છે

ચાઈનીઝ કંપની iQOOએ ભારતીય માર્કેટમાં તેના 2 નવા સ્માર્ટફોન 'iQOO 7' અને 'iQOO 7' લેજન્ડ લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન 5G કનેક્ટિવિટી ધરાવે છે. બંને સ્માર્ટફોન ચીનમાં પહેલાંથી લોન્ચ થઈ ચૂક્યા છે. બંને સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા, 120Hzનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે અને 66 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. ભારતમાં આ ફોનની ટક્કર Mi 11X, Mi 11X પ્રો અને વનપ્લસ 9Rથી થશે.

કિંમત અને લોન્ચિંગ ઓફર

મોડેલવેરિઅન્ટકિંમત (રૂપિયામાં)
iQOO 78GB + 128GB31,990 रुपए
iQOO 78GB + 256GB33,990 रुपए
iQOO 712GB + 256GB35,990 रुपए
iQOO 7 લેજન્ડ39,990 रुपए
iQOO 7 લેજન્ડ43,990 रुपए

iQOO 7ના સ્ટ્રોમ બ્લેક અને સોલિડ આઈસ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે જ્યારે iQOO 7 લેજન્ડ BMW મોટોસ્પોર્ટના સિમ્બોલિક લોગો સાથે આવશે. બંને સ્માર્ટફોનનું વેચાણ એમેઝોન ઈન્ડિયા અને કંપનીની ઓફિશિયલ સાઈટ iQoo.comથી થશે. તેનું પ્રી બુકિંગ 1 મેથી શરૂ થશે.

લોન્ચિંગ ઓફર હેઠળ iQOO 7નું પ્રી બુકિંગ ICICI બેંક અને EMI ટ્રાન્જેક્શન થ્રુ કરવા પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે 2000 રૂપિયાનું એમેઝોન ડિસ્કાઉન્ટ કૂપન અને નો કોસ્ટ EMIનો ઓપ્શન પણ મળશે. આ જ રીતે iQOO લેજન્ડનું પ્રી બુકિંગ ICICI ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્જેક્શનથી કરવાથી 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ 2000 રૂપિયાની એમેઝોન ડિસ્કાઉન્ટ કૂપન મળશે. અર્થાત કુલ 5000 રૂપિયાનો ફાયદો થશે.

iQOO 7નાં બેઝિક સ્પેસિફિકેશન

 • ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરતો આ ફોન એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OriginOS પર રન કરે છે. ફોનમાં 6.62 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz અને ટચ સેમ્પલિંગ રેટ 300Hz છે.
 • તેમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 870 પ્રોસેસર સાથે એડ્રિનો 650 GPU અને 12GB સુધીની રેમ મળે છે.
 • ફોન 48MP (પ્રાઈમરી કેમેરા વિથ OIS)+13MP (અલ્ટ્રા વાઈડ એંગલ સેન્સર)+2MP (મોનોક્રોમ લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G VoLTE, Wi-Fi, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS અને USB Type-C સહિતના ઓપ્શન મળે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોનમાં 4,400mAhની બેટરી મળે છે. તે 66 વૉટ ફ્લેશચાર્જ ફાસ્ટ ટેક્નોલોજી સાથે આવે છે. ફોન પર 6000 સ્ક્વેર મિલીમીટરનું ગ્રેફાઈટ લેયર મળે છે, તે લિક્વિડ કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે.

iQOO 7 લેજન્ડનાં બેઝિક સ્પેસિફિકેશન

 • આ ફોન પણ બેઝિક મોડેલની જેમ ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OriginOS પર રન કરે છે. ફોનમાં 6.62 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz અને ટચ સેમ્પલિંગ રેટ 300Hz છે.
 • ફોન ઓક્ટાકોર સ્નેપડ્રેગન 870 પ્રોસેસર સાથે એડ્રિનો 650 GPUથી સજ્જ છે.
 • ફોન 48MP (પ્રાઈમરી સોની IMX598 સેન્સર વિથ OIS)+13MP (અલ્ટ્રા વાઈડ એંગલ સેન્સર)+13MP (પોટ્રેટ લેન્સ)નાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G VoLTE, Wi-Fi 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS,NFC અને USB Type-C સહિતના ઓપ્શન મળે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
 • ફોનમાં 4,400mAhની બેટરી છે, જે 66 વૉટ ફ્લેશચાર્જ ફાસ્ટ ટેક્નોલોજી સાથે આવે છે. ફોન પર 6000 સ્ક્વેર મિલીમીટરનું ગ્રેફાઈટ લેયર મળે છે, તે લિક્વિડ કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે.
અન્ય સમાચારો પણ છે...