જો તમે PUBG લવર્સ છો તો તમારા માટે સારા સમાચાર છે. બેટલ ગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાનું ગૂગલ પ્લે સ્ટોર પર 18મેથી પ્રી રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ કંપનીએ PUBGનું કમબેક 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા'નાં નામથી જાહેર કર્યું હતું. સાઉથ કોરિયન ગેમિંગ કંપની ક્રાફ્ટન દ્વારા ડેવલપ કરવામાં આવેલી આ મલ્ટિપ્લેયર ફ્રી મોબાઈલ ગેમ છે.
બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા આઉટફિટ્સ અને ફીચર્સ જેવા ઈનગેમ ફીચર્સ પ્રી રજિસ્ટ્રેશન ઓપન કરવાની ઈવેન્ટ સાથે લોન્ચ થશે. આ ગેમ મોબાઈલ ડિવાઈસિસ પર ફ્રી ટૂ પ્લે એક્સપિરિઅન્સ આપશે. જોકે કંપનીએ તેની લોન્ચિંગ ડેટ પર હજુ પણ સસ્પેન્સ રાખ્યું છે. આ ગેમ પહેલાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ થશે. iOS યુઝર્સે થોડી રાહ જોવી પડશે.
પ્રી રજિસ્ટ્રેશન પર રિવોર્ડ્સ મળશે
કંપનીએ ગેમના પ્રી રજિસ્ટ્રેશન અંગે કહ્યું કે, યુઝર્સ સ્પેસિફિક રિવોર્ડ્સ માટે ક્લેમ કરી શકે છે. આ રિવોર્ડ્સ માત્ર ઈન્ડિયન પ્લેયર્સ માટે જ છે. પ્રી રજિસ્ટ્રેશન માટે યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પ્રી રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે. ગેમ લોન્ચિંગ સમયે ક્લેમ રિવોર્ડ આપમેળે રીડીમ થઈ જશે. ક્રાફ્ટને જણાવ્યું કે 18 વર્ષથી ઓછી નંબરના યુઝર્સે તેમના પેરેન્ટ્સનો નંબર આપવો પડશે. અર્થાત 18 વર્ષથી ઓછી વયના યુઝર્સે પેરેન્ટ્સની પરમિશન લેવાની જરૂર પડશે.
ડેટા સિક્યોરિટી પ્રાયોરિટી
પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રાથમિકતા આપતા ક્રાફ્ટને દરેક સ્ટેજમાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના પાર્ટનર સાથે કામ કરશે. તેનાથી કંપની સુનિશ્ચિત કરશે કે પ્રાઈવસીના અધિકારોનું સમ્માન થાય અને ડેટાનું કલેક્શન અને સ્ટોરેજ ભારતના કાયદાનું પાલન કરી થાય.
FAU-Gને ટક્કર મળશે
આ બેટલ ગેમને દેશી બેટલ ગેમ FAUGથી સીધી ટક્કર મળશે. FAUG ફર્સ્ટ પર્સન શૂટર ગેમ છે. ગેમને બેંગલોરની કંપની nCore ગેમ્સે ડેવલપ કરી છે. PUBG બૅન થયા બાદ એક્ટરર અક્ષય કુમારે મેડ ઈન ઈન્ડિયા FAU-G ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, FAU-Gને આત્મનિર્ભર ભારત મુહિમ હેઠળ ડેવલપ કરાઈ છે. ગેમ્સની થતી કમાણીના 20% ભારતના વીર ટ્ર્સ્ટને ડોનેટ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.