તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ ફોર PUBG લવર્સ:ભારતમાં 'બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા' નામથી PUBGનું કમબેક થઈ શકે છે, નવાં નામ સાથેનું પોસ્ટર લીક થયું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેમિંગ મીડિયા પ્લેટફોર્મ GemWireએ નવાં નામ સાથેનું પોસ્ટ લીક કર્યું
  • નવાં નામ સાથેના કમબેક સાથે કંપની ભારતીય વર્ઝનમાં કેટલાક ફેરફાર પણ કરશે

આશરે 1 વર્ષ પહેલાં સરકારે PUBG સહિત ઢગલો ચાઈનીઝ એપ્સ બૅન કરી હતી. તેમાંથી સૌથી વધારે કમબેકની આશા અને રાહ PUBGની જોવાઈ રહી છે. થોડા મહિના પહેલાં જ ભારતમાં PUBG કમબેક કરશે તેવા સમાચાર સામે આવ્યા હતા. હવે તેનું નવાં નામ સાથેનું પોસ્ટર લીક થયું છે. ભારતમાં હવે PUBG 'Battlegrounds Mobile India'ના નામથી લોન્ચ થશે.

ગેમિંગ મીડિયા પ્લેટફોર્મ GemWireએ નવાં નામ સાથેનું પોસ્ટ લીક કર્યું છે. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હવે ગેમનું નામ બેટલ ગ્રાઉન્ડ્સ મોબાઈહલ ઈન્ડિયા હશે.

રિપોર્ટ પ્રમાણે આ માહિતી PUBG ઈન્ડિયાની વેબસાઈટ પરથી લેવામાં આવી છે. એક નવું ડોમેન battlergroundsmobileindia.in પણ રજિસ્ટર્ડ થયું છે. આ નવાં ડોમેનનું રજિસ્ટ્રેશન સાઉથ કોરિયન વીડિયો ગેમ હોલ્ડિંગ કંપની Kraftonએ 7 એપ્રિલે કર્યું છે. તેનો ટીઝર વીડિયો India Recall Campaign Motion_v02.mp4 નામથી અવેલેબલ છે.

ગત વર્ષે kraftonએ વેબસાઈટ લોન્ચ કરી PUBGનું કમબેક કન્ફર્મ કર્યું હતું
gemwireની પોસ્ટ પ્રમાણે નવાં પોસ્ટરના વીડિયોમાં આ થમ્બનેલ સાથે અન્ય વીડિયો પણ છે. તેને પ્રાઈવેટ રાખવામાં આવ્યા છે. તેના પરથી કહી શકાય કે krafton ભારતમાં PUBGનું કમબેક ટૂંક સમયમાં કરવા માગે છે. ગયા વર્ષે kraftonએ એક વેબસાઈટ લોન્ચ કરી હતી. તેમાં કંપનીએ કન્ફર્મ કર્યું હતું કે ભારતમાં PUBG 'PUBG Mobile India' બેનર સાથે લોન્ચ થશે. કંપની કમબેક સાથે ભારતીય વર્ઝનમાં કેટલાક ફેરફાર પણ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો