તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જો તમે PUBG લવર્સ છો તો તમારે માટે એક ખુશીની સમાચાર છે. પોપ્યુલર મોબાઈલ ગેમ PUBG ટૂંક સમયમાં ભારતમાં કમબેક કરી શકે છે. PUBG મોબાઈલ ભારતમાં કમબેક માટે માઈક્રોસોફ્ટ સાથે વાત કરી રહી છે. PUBG મોબાઈલ હવે માઈક્રોસોફ્ટના ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ થશે. તેની પેરેન્ટ કંપનીએ આ માહિતી આપી છે.
કેન્દ્ર સરકારે સાયબર સિક્યોરિટી અને દેશની સંપ્રભુતા પર જોખમ હોવાથી એપ બૅન કરી હતી. ત્યારે પણ PUBGએ જાહેરાત કરી હતી કે ગેમ ભારતમાં કમબેક કરશે.
સાઉથ કોરિયાની કંપની ક્રાફ્ટન ઈન્ક જે PUBG કૉર્પની ઓનર છે. તે PUBG મોબાઈલનો અધિકાર ધરાવે છે. તેણે એક ડીલ અનાઉન્સ કરી છે. કંપનીએ આ ડીલ અમેરિકન ટેક્નોલોજી સાથે કરી છે. આ પ્રોડક્ટને ડાયરેક્ટ ક્રાફ્ટન અને તેની સબ્સિડિયરી કંપનીના માધ્યમથી ઓપરેટ કરવામાં આવશે જે માઈક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસ પર હોસ્ટ થશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિવાળી પહેલાં PUBGનું કમબેક થઈ શકે છે. કંપની દિવાળી પહેલાં ભારતમાં તેનું માર્કેટિંગ કેમ્પેઈન શરૂ કરી શકે છે. આટલું જ નહિ બલકે ભારતમાં ભવિષ્ય માટે મોટી જાહેરાતો પણ કરી શકે છે.
થોડા દિવસ અગાઉ PUBG મોબાઈલે ભારતમાં તેની તમામ સર્વિસ સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી. તે સમયે કંપનીએ જણાવ્યું હતું કે યુઝર્સના ડેટાની સુરક્ષા એ કંપનની પ્રાથમિકતા છે. કંપનીએ કહ્યું હતું તે અગાઉથી જ ભારતમાં લાગુ ડેટા અને સુરક્ષાના નિયમોનું પાલન કરે છે.
પોઝિટિવઃ- આજનો મોટાભાગનો સમય પરિવાર સાથે આરામ તથા મનોરંજનમાં પસાર થશે અને અનેક સમસ્યાઓનો ઉકેલ મળવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. વ્યક્તિગત તથા વ્યવસાયિકને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના પણ બનશે. નેગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.