તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઇનીઝ એપ્સનો દબદબો:ગત વર્ષે દુનિયાભરમાં ચીનની ટોપ-30 મોબાઈલ ગેમ્સે 67 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી, PUBG પ્રથમ ક્રમાંકે, ટોપ થ્રીમાં ‘સિગ્નલ’ એપની સરપ્રાઇઝ એન્ટ્રી

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

‘સેન્સર ટાવર’ના રિપોર્ટ પ્રમાણે, ચીનની ટોપ-30 મોબાઈલ ગેમ્સે ગત વર્ષે દુનિયાભરમાં 9.24 બિલિયન ડોલર (આશરે 67 હજાર કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. તેમાં 1.06 બિલિયન ડોલર (આશરે 7 હજાર કરોડ રૂપિયા)ની કમાણી સાથે PUBG પ્રથમ નંબરે રહી છે. ભારત સરકારે PUBG એપ બૅન કરી છે જોકે ટૂંક સમયમાં નવી પોલિસી સાથે કંપની તેનું ભારતીય વર્ઝન લોન્ચ કરી શકે છે.

ભારત સરકારે ડેટા ચોરીની વાત સામે આવતાં દેશમાં PUBG બૅન કરી હતી. ત્યારબાદ કંપનીએ નવી પોલિસી સાથે ભારતીય વર્ઝન લોન્ચ કરવાની વાત કહી હતી.

2019ની સરખામણીએ 47%નો ગ્રોથ
2019માં ચીનની ટોપ-30 મોબાઈલ ગેમ્સે દુનિયાભરમાં 6.3 બિલિયન ડોલર (45 હજાર કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી. અર્થાત 2020માં ગેમ્સે 47%નો ગ્રોથ હાંસલ કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે, આ ગેમ્સની સૌથી વધારે કમાણી જાપાનથી થઈ છે. ગેમ્સે ગત વર્ષે જાપાનથી 2.8 બિલિયન ડોલર (20 હજાર કરોડ)ની કમાણી કરી હતી. આ પહેલાં અમેરિકા ટોપ પર હતું.

પ્લે સ્ટોર પરથી રિમૂવ પરંતુ APK ફાઈલ અવેલેબલ
ભારત સરકારે ડેટા સિક્યોરિટીને કારણે એપ બૅન કરી હતી. જોકે ગેમને ડાઉનલોડ કરનારી APK ફાઈલ હાલ પણ અવેલેબલ છે. તેનાથી ગેમ ફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. જોકે ગૂગલે આવી ફાઈલને ફોનમાં ઈન્સ્ટોલ ન કરવાની સલાહ આપી છે.

ડિસેમ્બરમાં ટિકટોક અને જાન્યુઆરીમાં ટેલિગ્રામ પ્રથમ સ્થાને
સેન્સર ટાવરે જાન્યુઆરીમાં ડાઉનલોડ થનારી ટોપ 10 એપ્સનું લિસ્ટ જાહેર કર્યું છે. લિસ્ટ પ્રમાણે, ડાઉનલોડિંગમાં ટેલિગ્રામ પ્રથમ નંબરે છે. જ્યારે ટિકટોક બીજા અને સિગ્નલ ત્રીજા સ્થાને છે. ડિસેમ્બર 2020માં ટિકટોક પ્રથમ સ્થાને હતી. તો બીજા નંબરે ફેસબુક અને ત્રીજા નંબરે વ્હોટ્સએપ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો