ફોન પે યુઝર્સને હવે મોબાઈલ રિચાર્જ કરાવવા પર પ્રોસેસિંગ ફી આપવી પડશે. વોલમાર્ટ ગ્રુપની ડિજિટલ પેમેન્ટ કંપની ફોન પેએ UPI ( યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) ટ્રાન્ઝેક્શન પર આ નિયમ લાગુ કર્યો છે. યુઝર્સને પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 રૂપિયા અને 100 રૂપિયાથી વધુના રિચાર્જ પર 2 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે ફોન UPI આધારિત ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલનારી પહેલી ડિજિટલ પેમેન્ટ એપ બની ગઈ છે.
પહેલાથી ઈન્ડસ્ટ્રીમાં ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે
કંપનીના પ્રવક્તાએ બિલ પેમેન્ટ પર લાગતા ચાર્જને લઈને કહ્યું કે, અમે ઈન્ડસ્ટ્રીમાં આવું કરનારા પહેલા નથી. તમામ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બિલ પેમેન્ટને લઈને ચાર્જ વસૂલી રહ્યા છે. હવે આ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ થઈ ગઈ છે. જો કોઈ બિલની ચૂકવણી ક્રેડિટ કાર્ડની મદદથી કરે છે તો અમે તેના માટે પ્રોસેસિંગ ફી લઈએ છીએ. બીજા પ્લેટફોર્મ પર તેને કન્વીનિઅન્સ ફી તરીકે લેવામાં આવે છે.
સૌથી વધારે માર્કેટ શેર
થર્ડ પાર્ટી તરીકે એપમાં UPI ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં ફોન પેની સૌથી મોટી ભાગીદારી છે. કંપનીના પ્લેટફોર્મ પર સપ્ટેમ્બરમાં 165 કરોડ કરતા વધારે UPI ટ્રાન્ઝેક્શન થયા હતા. તેનાથી એપ સેગમેન્ટમાં તેના માર્કેટ શેર લગભગ 40% થઈ ગયા છે.
ઈન્શ્યોરન્સ પણ વેચવાની તૈયારી
ફોન પેને લાઈફ ઈન્શ્યોરન્સ અને જનરલ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટને વેચવા માટે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર (IRDAI)પાસેથી મંજૂરી મળી છે. કંપની હવે આવનાર સમયમાં પોતાના 30 કરોડથી વધારે યુઝર્સને ઈન્શ્યોરન્સ સંબંધિત સલાહ આપી શકે છે. તેનાથી ફોન પે ભારતમાં તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓની પોલિસી વેચી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.