તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીક:લોન્ચિંગ પહેલાં જ લીક થઈ Mi 11 અલ્ટ્રાની કિંમત, જાણો તમારા બજેટમાં કયા વેરિઅન્ટની ખરીદી કરી શકશો

10 દિવસ પહેલા
  • રિપોર્ટ પ્રમાણે ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 70 હજાર રૂપિયા કરતાં વધારે હશે
  • ફોનનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ 128 ડિગ્રી વ્યૂ કવર કરે છે

શાઓમી 23 એપ્રિલે તેની ઈવેન્ટમાં Mi 11 અલ્ટ્રા લોન્ચ કરવા જઈ રહી છે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ ફોનનાં સ્પેસિફિકેશનના લીક રિપોર્ટ સામે આવ્યા છે. હવે ફોનની કિંમત લીક થઈ છે. Mi 11 અલ્ટ્રા સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ હશે. આ ફોન થોડા દિવસ પહેલાં જ ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે.

Mi 11 અલ્ટ્રાની કિંમત
ગેજેટ્સ 360ના રિપોર્ટ પ્રમાણે, Mi 11 અલ્ટ્રાની કિંમત 70 હજાર રૂપિયા કરતાં વધારે હશે. કારણ કે ફોનનું ઈમ્પોર્ટ ચીનથી થથે. આ કિંમત તેનાં 8GB+256GB વેરિઅન્ટની છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેનાં 12GB+256GB વેરિઅન્ટની કિંમત 78,000 રૂપિયાની આસપાસ હશે. તો તેનાં 12GB+256GB વેરિઅન્ટની કિંમત 1 લાખ રૂપિયા કરતાં વધારે હોઈ શકે છે.

શાઓમી Mi 11 અલ્ટ્રાનાં સ્પેસિફિકેશન

  • ચીનમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે, ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ બેઝ્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેમાં 6.81 ઈંચની કર્વ્ડ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 3200X1440 પિક્સલ છે.
  • ફોનની ખાસ વાત તેની 1.1 ઈંચની સેકન્ડરી ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેની મદદથી રિઅર કેમેરા સેટઅપ દ્વારા ફોટોગ્રાફી કરી શકાય છે.
  • તેનો રિફ્રેશ રેટ 120Hz છે. સ્ક્રીન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે.
  • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 5000mAhની બેટરી છે. તે 67 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તે વાયરલેસ અને રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.
  • ફોનમાં 50MP(સેમસંગ GN2 વાઈડ એંગલ લેન્સ વિથ OIS)+48MP (સોની IMX586)+48MP(ટેલિ મેક્રો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.
  • અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ 128 ડિગ્રી વ્યૂ કવર કરે છે અને ટેલિ મેક્રો લેન્સ 5X ઓપ્ટિકલ ઝૂમ તેમજ 120X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. ફોન 8K વીડિયો સપોર્ટ પણ કરે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 5G,LTE, વાઈફાઈ 6, બ્લૂટૂથ 5.1, GPS,NFC અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો