તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Price Of 'Mi 11 Lite' Leaked Before Launch, Find Out What Features And Specifications The Phone Will Launch With

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીક:‘Mi 11 લાઈટ’ની કિંમત લોન્ચિંગ પહેલાં લીક થઈ, જાણો ફોન કયા ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સાથે લોન્ચ થશે

2 મહિનો પહેલા
Mi 11 લાઈટનાં 64GB સ્ટોરેજનાં 4G વેરિઅન્ટની કિંમત 24,000 રૂપિયા હોઈ શકે છે
  • ફોનનાં બ્લેક, બ્લૂ અને પિન્ક કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે
  • તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 20MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે

ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી 29 માર્ચે મેગા ઈવેન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં કંપની ‘Mi 11 પ્રો’ અને ‘Mi 11 અલ્ટ્રા’ સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. કેટલાક લીક રિપોર્ટ પ્રમાણે કંપની આ બંને સ્માર્ટફોન સાથે ‘Mi 11 લાઈટ’ પણ લોન્ચ કરી શકે છે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન્સ લીક થયાં છે.

જર્મન પબ્લિકેશન WinFutureના રિપોર્ટ પ્રમાણે, Mi 11 લાઈટનાં 64GB સ્ટોરેજનાં 4G વેરિઅન્ટની કિંમત EUR 279 (આશરે 24,000 રૂપિયા) હશે. તેનાં 5G વેરિઅન્ટની કિંમત EUR 399 (આશરે 34,300 રૂપિયા) હશે.

Mi 11 લાઈટની ડિઝાઈન
કેટલાક લીક રિપોર્ટ પ્રમાણે, ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનનાં બ્લેક, બ્લૂ અને પિન્ક કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. કનેક્ટિવિટી માટે તેમાં USB ટાઈપ સી પોર્ટ અને હેડફોન જેક મળશે.

Mi 11 લાઈટનાં બેઝિક સ્પેસિફિકેશન

  • લેટેસ્ટ લીક રિપોર્ટ પ્રમાણે, 4G વર્ઝનમાં સ્નેપડ્રેગન 732 G અને 5G વર્ઝનમાં સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળી શકે છે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 11 OS વિથ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે.
  • તેમાં 6.55 ઈંચી FHD+ ડિસ્પ્લે મળી શકે છે. તે 1,080x2,400 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરશે. તેમાં 90Hz રિફ્રેશ રેટ મળી શકે છે.
  • ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 20MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે. ફોન 4250 mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો