પ્રાઈસ ડ્રોપ:સેમસંગથી લઈને મોટોરોલા અને શાઓમી સુધી, આ 6 પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતમાં ₹20,000 સુધીનો ધરખમ ઘટાડો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ડ્યુઅલ વિંગવાળા LG વિંગ સ્માર્ટફોનની કિંમતમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો
 • વન પ્લસ 8T 5Gની ખરીદી 39,999 રૂપિયામાં કરી શકાશે

જો તમે પ્રીમિયમ સ્માર્ટફોનની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ સેમસંગ, વનપ્લસ, મોટોરોલા, LG અને શાઓમીના પ્રીમિયમ સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ તમામ કંપનીઓએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમતમાં 20 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. અમે તમને જણાવી રહ્યા છીએ આવા જ 6 સ્માર્ટફોન વિશે જે એડવાન્સ ફીચર્સથી સજ્જ છે અને તેમની કિંમતમાં ધરખમ ઘટાડો આવ્યો છે.

મોટો રેઝર
નવી કિંમત: 63,300 રૂપિયા

 • લોન્ચિંગ સમયે ફોનની કિંમત 1,24,999 રૂપિયા હતી. ફોનની કિંમતમાં તાજેતરમાં 20 હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ સ્માર્ટફોન ક્લેમશેલ ડિઝાઈન સાથે આવે છે. તેમાં 6.2 ઈંચની ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લે છે, જે અડધા ભાગમાં સંપૂર્ણ રીતે ફોલ્ડ થઈ જાય છે. ફોલ્ડેબલ ફોનમાં ક્વિક નોટિફિકેશન માટે ‘ક્વિક વ્યૂ’ ડિસ્પ્લે પણ છે.
 • ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 765G પ્રોસેસર છે, જે એડ્રિનો 620 GPU અને 8GB રેમ સાથે અટેચ છે. તેમાં 48MPનો પ્રાઈમરી કેમેરા છે. ફોનમાં 20MPનો સેકન્ડરી કેમેરા છે. તે ફોલ્ડેબલ ડિસ્પ્લે પર અટેચ છે. ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 256GBનું છે. ફોનમાં 2800mAhની બેટરી છે. તે 15 વૉટ ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

મોટો એજ પ્લસ
નવી કિંમત: 49,990 રૂપિયા

 • આ સ્માર્ટફોનની કિંમત 10,000 રૂપિયા ઓછી થઈ છે. લોન્ચિંગ સમયે તેની કિંમત 74,999 રૂપિયા હતી. આ સ્માર્ટફોનમાં 6.7 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1080X2340 પિક્સલ છે. સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે. ફોન એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે.
 • તેમાં 108MP (પ્રાઈમરી કેમેરા) + 16MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ)નું 3 રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી માટે તેમાં 25MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. આ સ્માર્ટફોનમાં 12GBની રેમ અને 256GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોનમાં 5000mAhની બેટરી મળે છે, જે ટર્બો પાવર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

LG વિંગ​​​​​​​
નવી કિંમત: 59,990 રૂપિયા

 • લોન્ચિંગ કિંમત કરતાં હાલ ફોન 10,000 રૂપિયા ઓછી કિંમતે મળી રહ્યો છે. કંપનીએ તેને 69,990 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. આ ડ્યુઅલ વિંગવાળો સ્માર્ટફોન છે. તેની સ્ક્રીન 90 ડિગ્રી રોટેડ થાય છે.
 • પ્રાઈમરી સ્ક્રીનમાં 6.8 ઈંચ કર્વ્ડ P-OLED ડિસ્પ્લે છે. તે ફુલ HD+ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. બીજી સ્ક્રીન G-OLED પેનલની છે. તે ફુલ HD+ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. તેની સ્ક્રીન સાઈઝ 3.9 ઈંચની છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર સાથે 8GBની રેમ અને 128GBનાં સ્ટોરેજ ઓપ્શન સાથે આવે છે. તેના સ્ટોરેજને 2TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 • ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા, 12MPનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 13MPનો અલ્ટ્રાવાઈડ કેમેરા છે. 32MPનો ફ્રન્ટ કેમેરા પણ છે. ફોનમાં 4000mAhની બેટરી મળે છે, જે ક્વિક ચાર્જ 4.0+ 25 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

વનપ્લસ 8T
નવી કિંમત: 39,999 રૂપિયા

 • આ સ્માર્ટફોનની કિંમતમાં 3000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ફોનની લોન્ચિંગ પ્રાઈસ 42,999 રૂપિયા છે. કંપનીના આ 5G ફોનમાં 6.55 ઈંચની ફ્લોઈડ AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080X2400 પિક્સલ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે. તેમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે મળે છે.
 • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળે છે. ફોન 12GBની રેમ અને 128GB તેમજ 256GBનાં સ્ટોરેજ ઓપ્શન સાથે આવે છે. ફોનમાં 48MP+ 16MP + 2MP + 2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. તેમાં 4500mAhની બેટરી મળે છે, જે 65 વૉટનું ચાર્જિંગ સપોર્ટ કરે છે.

ગેલેક્સી S20 FE
નવી કિંમત: 36,850 રૂપિયા

 • ફોનની લોન્ચિંગ કિંમત કરતાં હાલ તેની પ્રાઈસ 13,149 રૂપિયા ઘટી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ One UI 2.0 પર રન કરે છે. ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ સુપર AMOLED ઈન્ફિનિટી ‘ઓ’ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080X2400 પિક્સલ છે. ફોન ઓક્ટાકોર એક્સીનોસ 990 પ્રોસેસર પર રન કરે છે.
 • તેમાં 12MPનો પ્રાઈમરી કેમેરા છે. જે f/1.8 વાઈડ એંગલ લેન્સ અને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ કરે છે. કેમેરા સેટઅપમાં અલ્ટ્રા વાઈડ એંગલ f/2.2 લેન્સ સાથે 12MPનું સેકન્ડરી સેન્સર છે. તેમાં 123 ડિગ્રી વ્યૂ સપોર્ટ મળે છે. ફોનમાં 8MPનો ટેલિફોટો લેન્સ પણ છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં f/2.0 લેન્સ અને ઓટોફોકસ સપોર્ટ સાથે આવે છે. સ્માર્ટફોન 128GB અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે. માઈક્રો SD કાર્ડની મદદથી સ્ટોરેજને 1TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
 • ફોનમાં 4500mAhની બેટરી છે, જેમાં 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે. તેમાં સેમસંગનો વાયરલેસ પાવરશેર પણ છે જે ફોનને વાયરલેસ ચાર્જરમાં બદલે છે. તેનાથી વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરનારા ડિવાઈસિસ ચાર્જ કરી શકાય છે.

શાઓમી Mi 10T
નવી કિંમત: 32,999 રૂપિયા

 • આ સ્માર્ટફોનની લોન્ચિંગ પ્રાઈસ 39,999 રૂપિયા હતી. હાલ તેમાં 7000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ફોનમાં 6.67 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080X2400 પિક્સલ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન મળે છે.
 • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરથી સજ્જ છે. ફોનનું 8GB+128GB વેરિઅન્ટ અવેલેબલ છે. ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથે ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી માટે તેમાં 20MPનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં 5000mAhની બેટરી મળે છે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

નોંધ: આ તમામ કિંમતો ઈ કોમર્સ સાઈટ પરથી લીધેલી છે. વિવિધ વેબસાઈટ પર કિંમતોમાં ફેરફાર હોઈ શકે છે.