તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસ્કાઉન્ટ ઓફર:નોકિયા 3.4 અને પાવર ઈયરબડ્સ લાઈટનું પ્રી બુકિંગ ભારતમાં શરૂ, આ રીતે 1600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

HMD ગ્લોબલે આ અઠવાડિયાંની શરૂઆતમાં નોકિયા 3.4, નોકિયા 5.4 અને નોકિયા પાવર ઈયરબડ્સ લોન્ચ કર્યાં છે. કંપનીએ તેનું પ્રી બુકિંગ શરૂ કર્યું છે. નોકિયાની ઓફિશિયલ વેબસાઈટ પર તે બુકિંગ માટે અવેલેબલ છે.

નોકિયા 3.4નું પ્રી બુકિંગ કરનારા ગ્રાહક નોકિયા પાવર ઈયરબડ્સ લાઈટને બંડલ કરી 1600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. બંડલ ઓફર હેઠળ ગ્રાહક બંનેની ખરીદી 13,998 રૂપિયામાં કરી શકે છે. જોકે આ ઓફર 19 ફેબ્રુઆરી સુધી જ વેલિડ છે.

આ સિવાય HMD ગ્લોબલ દ્વારા જિયો યુઝર્સને સ્પેશિયલ બેનિફિટ્સ પણ મળી રહ્યા છે. નોકિયા 3.4 ખરીદનારા ગ્રાહકોને 4000 રૂપિયાની વેલ્યુનાં બેનિફિટ્સ મળશે. આ ઓફરનો લાભ જૂના અને નવા બંને ગ્રાહકોને મળશે.

નોકિયા 3.4નાં 4GB+64GB સિંગલ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. તેના ચારકોલ અને ડસ્ક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેનું વેચાણ 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારતમાં નોકિયા પાવર ઈયરબડ્સ લાઈટની કિંમત 3599 રૂપિયા છે. તેનાં ચારકોલ અને સ્નો કલર વેરિઅન્ટ અવેલેબલ છે. તેનું વેચાણ 17 ફેબ્રુઆરીથી શરૂ થશે.

નોકિયા 3.4નાં સ્પેસિફિકેશન

 • નોકિયા 3.4માં 6.39 ઇંચની HD+ ડિસ્પ્લે મળે છે.
 • આ ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસરથી સજ્જ છે અને ઓક્ટા કોર CPU અને એડ્રિનો 610 GPU સાથે આવે છે.
 • ફોનમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ મળશે. સ્ટોરેજ 512GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
 • ફોનમાં ફોટોગ્રાફી માટે ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં 13MPનો પ્રાઈમરી લેન્સ, 5MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર સામેલ છે.
 • તેમાં સેલ્ફી માટે 8MPનો લેન્સ આપવામાં આવ્યો છે.
 • ફોનમાં 4000mAhની બેટરી છે, પરંતુ તે 5 વૉટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

પાવર ઈયરબડ્સ લાઈટ

 • આ બડ્સમાં 6mmનાં ડ્રાઈવર્સ મળે છે.
 • તેમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 સપોર્ટ કરે છે.
 • ચાર્જિંગ કેસ સાથે ટોટલ 35 કલાકની બેટરી આપે છે.
 • તેનાં ચારકોલ અને સ્નો કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
 • તેને IPX7 રેટિંગ મળ્યું છે. તે 1 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી કાર્યરત રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો