તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેજેટ ઈન બજેટ:માત્ર 12 હજારમાં ઘરમાં વસાવો 150 ઇંચનો થિયેટર જેવો બિગ સ્ક્રીન, પોર્ટ્રોનિક્સ લાવ્યું લો બજેટ હોમ થિયેટર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીની વેબસાઈટ પરથી 11,999 રૂપિયામાં ખરીદી શકાશે
  • કંપની પ્રોજેક્ટર પર એક વર્ષની ગેરંટી પણ આપી રહી છે

ડોમેસ્ટિક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાંડ પોર્ટ્રોનિક્સે લો-બજેટ વાઈ-ફાઈ પ્રોજેક્ટર બીમ 200 પ્લસ લોન્ચ કર્યું છે. આ પ્રોજેક્ટરની કિંમત 19,999 રૂપિયા છે, પરંતુ હાલ કંપનીની વેબસાઈટ પરથી 11,999 રૂપિયામાં ખરીદી શકશો. કંપની પ્રોજેક્ટર પર એક વર્ષની ગેરંટી પણ આપી રહી છે.

લોકડાઉનમાં ઘરે સિલ્વર સ્ક્રીન
આ પ્રોજેક્ટરને દરેક લીડિંગ ઓનલાઈન પ્લેટફોર્મની સાથે ઓફલાઈન ચેનલથી પણ ખરીદી શકાય છે, કંપનીનું કહેવું છે કે, આ લોકડાઉન દરમિયાન યુઝર્સના એન્ટરટેઈનમેન્ટને ડબલ કરી દેશે. તેના પર મૂવી, શો, વેબ સિરીઝની સાથે OTT પ્લેટફોર્મની મજા પણ લઇ શકશો.

ઘરે સિલ્વર સ્ક્રીનની મજા
બીમ 200 પ્રોજેક્ટરથી દીવાલ પર 150 ઇંચની સ્ક્રીન બનાવી શકાશે. એટલે કે ઘરમાં જ સિલ્વર સ્ક્રીનની મજા લઇ શકશો. આ મલ્ટીમીડિયા LED પ્રોજેક્ટરની બલ્બ લાઈફ 30 હજાર કલાકની છે. તેમાં મલ્ટીપ્લેકસ કનેક્ટિવિટી ઓપ્શન જેમ કે ઈન-બિલ્ટ VGA પોર્ટ, USB પોર્ટ,HDMI અને SD કાર્ડ સ્લોટ આપ્યા છે.

પ્રોજેક્ટરને લેપટોપ, કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબલેટ, એક્સબોક્સ, PS3/PS4થી કનેક્ટ કરી શકાય છે. તેમાં વાઈ-ફાઈ ફીચર આપ્યું છે એટલે કે વાયરલેસ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરે છે. તમે સ્માર્ટફોનથી કનેક્ટ કરીને OTT પ્લેટફોર્મ, યુટ્યુબ જેવી ઘણી એપ જોઈ શકો છો.

કંપનીનું કહેવું છે કે, પ્રોજેક્ટરમાં LED બલ્બ પાવરફુલ છે. તેનાથી વધારે બ્રાઈટનેસ મળે છે. તેમાં 4 વોટના બિલ્ટ-ઈન સ્પીકર પણ આપ્યા છે, પ્રોજેક્ટર એન્ડ્રોઈડની સાથે iOS ડિવાઈસને પણ કનેક્ટ કરી શકાશે. પ્રોજેક્ટર સાથે એક રીમોટ પણ આપ્યું છે, તેનાથી ફંક્શન ઓપરેટ કરી શકાશે.