• Gujarati News
  • Utility
  • Gadgets
  • Poko's New 5G Phone X4 Pro Will Launch On April 10, Equipped With 108MP Camera And 8GB RAM. The Phone Will Be Available In 3 Color Options.

કન્ફર્મ:પોકોનો નવો 5G ફોન X4 પ્રો 10 એપ્રિલે લોન્ચ થશે, 108MP કેમેરા અને 8GB રેમથી સજ્જ આ ફોન 3 કલર ઓપ્શનમાં ખરીદી શકાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાઓમીની સબબ્રાંડ પોકો આવતા મહિને ઇન્ડિયન માર્કેટમાં તેનો નવો સ્માર્ટફોન પોકો X4 Pro 5G લોન્ચ કરવા જઈ રહી છે. તાજેતરમાં રિલીઝ કરાયેલા એક ટીઝરમાં કંપનીએ રોમન લેટરમાં તેની લોન્ચિંગ ડેટ 10 એપ્રિલ જાહેર કરી છે. આ ફોનને ફેબ્રુઆરીમાં સમાપ્ત થયેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2022 ઇવેન્ટ દરમિયાન ગ્લોબલ લેવલ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનના ગ્લોબલ વેરિઅન્ટમાં 64MP પ્રાઈમરી સેન્સર સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર અને 8GB રેમ મળશે.

પોકોએ ફોનના લોન્ચિંગ સંબંધિત એક ટ્વીટમાં લખ્યું, 'The X has a date! Let's know if you're able to find it.' એટલે કે, લોન્ચિંગ ડેટ X છે. રોમન લેટરમાં Xનો અર્થ 10 થાય છે. આ ઉપરાંત, તેમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં IVનો ઉલ્લેખ છે. IV એટલે 4. આ જોઈને એવું માનવામાં આવે છે કે તેની લોન્ચિંગ ડેટ 10 એપ્રિલ હશે.

એક્સપેક્ટેડ કિંમત
આ સ્માર્ટફોનના ગ્લોબલ મોડેલની કિંમત 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 229 યુરો (લગભગ રૂ. 19,200) છે. તેમજ, 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 349 યુરો (લગભગ 29,300 રૂપિયા) છે. આવી સ્થિતિમાં ભારતમાં લોન્ચ થનારા મોડેલના વેરિઅન્ટની કિંમત પણ આની આસપાસ હોઈ શકે છે. આ સ્માર્ટફોન લેસર બ્લેક, લેસર બ્લુ અને પોકો યલો કલર ઓપ્શનમાં આવી શકે છે.

ફોનના ગ્લોબલ વેરિઅન્ટમાં 108MPનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે
ફોનના ગ્લોબલ વેરિઅન્ટમાં 108MPનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે

સ્પેસિફિકેશન્સ

  • ફોન સંબંધિત જે માહિતી સામે આવી છે તે મુજબ તેમાં 64MPનો પ્રાઈમરી સેન્સર મળી શકે છે. ફોનના ગ્લોબલ વેરિઅન્ટમાં 108MPનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. અન્ય સેન્સરમાં 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ અને 2MPનો મેક્રો સેન્સર મળશે.
  • MWC 2022માં લોન્ચ થયેલો પોકો X4 પ્રો અન્ડ્રોઇડ 11 સાથે MIUI 13 પર ચાલે છે. તેમાં 6.67-ઇંચની ફુલ-HD+ (1,080x2,400 પિક્સલ્સ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 1,200 નિટ્સ પીક બ્રાઈટનેસ, 120Hz રિફ્રેશ રેટ અને 360Hz ટચ સેમ્પલિંગ રેટ છે.
  • ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર સાથે 8GB રેમ અને 256GB સ્ટોરેજ મળશે. માઇક્રો SD કાર્ડની મદદથી ફોનના સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે. ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી મળશે.