તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Poko C3 And Redmi 9 Will Rival Samsung's Cheap Smartphone Galaxy M02, Find Out Everything From Price To Features

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તો ફોન:પોકો C3 અને રેડમી 9ને સેમસંગનો સસ્તો સ્માર્ટફોન ગેલેક્સી M02 ટક્કર આપશે, જાણો કિંમતથી લઈને ફિચર્સ સુધી બધું

એક મહિનો પહેલા
 • ફોન બ્લેક, બ્લૂ ,ગ્રે અને રેડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે, વેચાણ 9 ફેબ્રુઆરીથી શરૂ થશે
 • તેને એમેઝોન, સેમસંગ ઓનલાઈન સ્ટોર અને ઓફલાઈન રિટેલર્સ પાસેથી ખરીદી શકાશે

સેમસંગે સસ્તા સ્માર્ટફોન તરીકે નવો ગેલેક્સી M02 સ્માર્ટફોન લોન્ચ કર્યો. તે જૂન 2020માં લોન્ચ કરવામાં આવેલા ગેલેક્સી M01નું અપગ્રેડ મોડેલ છે. ફોન ડ્યુઅલ રિઅર કેમેરા અને મીડિયાટેક પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 5000mAhની મોટી બેટરી અને 32GB ઓનબોર્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. માર્કેટમાં તેની ટક્કર પોકો C3,રેડમી 9, રિયલમી C15 અને માઈક્રોમેક્સ In 1b સાથે થશે.

સેમસંગ ગેલેક્સી M02: કિંમત અને ઉપલબ્ધતા

 • કંપનીએ 2GB રેમ અને 32GB સ્ટોરેજવાળું સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 6999 રૂપિયા છે. જો કે, એમેઝોન પર પ્રકાશિત પ્રોડક્ટ પેજના અનુસાર, અત્યારે તેને 6799 રૂપિયામાં ખરીદી શકાય છે.
 • ફોનમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજવાળા વેરિઅન્ટ પણ છે પરંતુ કંપનીએ હજી તેની કિંમત અંગે કોઈ જાહેરાત નથી કરી. ગેલેક્સી M02 બ્લેક, બ્લૂ, ગ્રે અને રેડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. તેને 9 જાન્યુઆરીથી એમેઝોન, સેમસંગ ઈન્ડિયા ઓનલાઈન સ્ટોર અને ઓફલાઈન રિટેલર્સ દ્વારા ખરીદી શકાશે.

સેમસંગ ગેલેક્લી M02: બેઝિક સ્પેસિફિકેશન

 • ડ્યુઅલ-સિમ નેનો સિમ સપોર્ટ કરનાર સેમસંગ ગેલેક્સી M02 સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર બેસ્ડ વન UI પર કામ કરે છે. તેમાં 6.5 ઈંચની HD+ ઈન્ફિનિટી-V ડિસ્પ્લે છે. તે મીડિયાટેક પ્રોસેસરની સાથે આવે છે, જેને 3GB સુધીની રેમ સાથે કનેક્ટેડ છે.
 • ફોટો અને વીડિયો માટે ગેલેક્સી M02માં એક ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે જેમાં 13MP (મેગાપિક્સલ)નો પ્રાઈમરી સેંસર અને 2MPનો મેક્રો શૂટર સામેલ છે. ફોનમાં ફ્રંટમાં 5MPનો સેલ્ફી કેમેરા સામેલ છે.
 • ફોનમાં 32GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડથી 1TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, GPS/A-GPS અને એક USB ટાઈપ-C પોર્ટ સામેલ છે. ફોનમાં 5000mAhની બેટરી છે. બેટરી સ્ટાન્ડર્ડ 10 વૉટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું વજન માત્ર 206 ગ્રામ છે અને તેની જાડાઈ 9.1 મિમી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો