અપકમિંગ:30 માર્ચે દમદાર સ્પેસિફિકેશન્સ સાથે ‘પોકો X3 પ્રો’ લોન્ચ થશે, જાણો કિંમત અને ફીચર્સ ડિટેલ

7 મહિનો પહેલા
ફોનનાં 6GB રેમ વેરિઅન્ટની કિંમત 21,600 રૂપિયા હોઈ શકે છે
  • પોકો X3 પ્રોમાં 120Hzનો રિફ્રેશ રેટ અને ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે
  • અપકમિંગ ફોન બજેટ ફ્રેન્ડલી હશે અને તેમાં હાઈ એન્ડ પર્ફોર્મન્સ મળશે

પોકો X3 પ્રોને ભારતમાં 30 માર્ચે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વાતની હિન્ટ આપી છે. પોકો X3 પ્રો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જોકે હાલ કંપનીએ તેની કિંમત અને સ્પેસિફિકેશન્સ વિશે કોઈ માહિતી આપી નથી. અપકમિંગ ફોનના અનેક લીક્સ સામે આવી ચૂક્યા છે. લેટેસ્ટ ટીઝર પરથી કહી શકાય કે ફોન બજેટ ફ્રેન્ડલી હશે.

કંપનીએ બજેટ ફ્રેન્ડલી ડિવાઈસની હિન્ટ આપી

પોકોએ સોશિયલ મીડિયા પર લોન્ચ ડેટ કન્ફર્મ કરી
પોકોએ સોશિયલ મીડિયા પર લોન્ચ ડેટ કન્ફર્મ કરી

પોકોએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પ્રો વેરિઅન્ટની લોન્ચિંગ ડેટ 30 માર્ચ હોવાની વાત જણાવી છે. જોકે ટ્વીટમાં કંપનીએ ફોનના નામનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ પોકો X3 પ્રો છે. ટ્વીટમાં કંપનીએ કહ્યું કે આ પ્રાઈસ પર્ફોર્મન્સ બેન્ચમાર્કને તોડવાનો સમય છે. તેના પરથી હિન્ટ મળી રહી છે કે અપકમિંગ ફોન બજેટ ફ્રેન્ડલી હશે અને તેમાં હાઈ એન્ડ પર્ફોર્મન્સ મળશે.

કંપની પહેલાં પણ એક ક્રિપ્ટિક ટ્વીટનાં માધ્મયથી ફોન ટીઝ કરી ચૂકી છે
કંપની પહેલાં પણ એક ક્રિપ્ટિક ટ્વીટનાં માધ્મયથી ફોન ટીઝ કરી ચૂકી છે

કંપનીએ નવા પોકો ફોનને 30 માર્ચે લોન્ચ કરવામાં આવશે તેવી વાત કહી હતી. કંપનીએ તારીખ કન્ફર્મ કરી છે પરંતુ સ્માર્ટફોનના નામનો ઉલ્લેખ કર્યો નથી.

પોકો X3 પ્રો: સંભવિત કિંમત
પોકો X3 પ્રોની કિંમત અને કલર વેરિઅન્ટની માહિતી ઓનલાઈન લીક થઈ છે. 6GB રેમ વેરિઅન્ટની કિંમત આશરે 21,600 રૂપિયા અને 8GB રેમ વેરિઅન્ટની કિંમત આશરે 26,000 રૂપિયા હોઈ શકે છે. ફોનનાં બ્લેક, બ્લૂ અને બ્રોન્ઝ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

પોકો X3 પ્રો: સંભવિત સ્પેસિફિકેશન

ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન્સ ઈન્ટરનેટ પર લીક થયાં
ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન્સ ઈન્ટરનેટ પર લીક થયાં

છેલ્લા લીક અનુસાર, પોકો X3 પ્રોમાં 120Hzનો રિફ્રેશ રેટ અને ફુલ HD+ ડિસ્પ્લે મળી શકે છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. તેમાં 5200mAhની બેટરી મળી શકે છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને NFC સપોર્ટ મળી શકે છે.