તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન્ચ:48MP સાથે પોકો M3 લોન્ચ થયો, 6000mAhની બેટરી મળશે; ફ્લેશ સેલમાં 1000 રૂપિયાનો ફાયદો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોકોએ ભારતીય માર્કેટમાં પોકો M3 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેમાં ટ્રિપલ રિયર કેમેરા અને વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે મળે છે. ફોનમાં સ્નેપડ્રેગન 662 પ્રોસેસર સાથે 128GB ઓનબોર્ડ સ્ટોરેજ પણ મળશે. ફોનને મલ્ટિ કલર્સ ઓપ્શનમાં ખરીદી શકાશે. તે પોકો M2નું અપગ્રેડેડ વર્ઝન છે. રિયલમી 7i, સેમસંગ ગેલેક્સી M11 અને મોટોરોલા G9 પાવરથી તેની ટક્કર થશે.

પોકો M3ની કિંમત
આ સ્માર્ટફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 6GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. બંને વેરિઅન્ટમાં 1000 રૂપિયાનું અંતર છે. ફોનનાં કૂલ બ્લૂ, પોકો યલો અને પાવર બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

સ્માર્ટફોનનો પ્રથમ ફ્લેશ સેલ 9 ફેબ્રુઆરીએ બપોરે 15 વાગ્યે ફ્લિપકાર્ટ પર થશે. ICICI બેંક કાર્ડથી ફોનની ખરીદી પર 1000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

પોકો M3નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 10 બેઝ઼્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
  • ફોનમાં 6.53 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1,080x2,340 પિક્સલ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યું છે. તેમાં ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર સાથે 6GBની રેમ મળે છે.
  • ફોનમાં 48MP (પ્રાઈમરી લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ)+ 2MP(ડેપ્શ સેન્સર)નું ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો કેમેરા મળે છે.
  • ફોનનાં 64GB અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ ઓપ્શન મળે છે. સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, વાઈફાઈ, બ્લુટૂથ, GPS/ A-GPS, ઈન્ફ્રારેડ બ્લાસ્ટર, USB ટાઈપ સી પોર્ટ, 3.5mm હેડફોન જેક સહિતના ઓપ્શન મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં સ્ટીરિયો સ્પીકર્સ મળે છે. તેમાં 6000mAhની બેટરી મળે છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો