તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટ કન્ફર્મ:24 નવેમ્બરે પોકો M સિરીઝનો ત્રીજો સ્માર્ટફોન M3 લોન્ચ થશે, સંભવિત કિંમત અને સ્પેસિફિકેશન જાણો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની પોકો પોતાનો નવો સ્માર્ટફોન M3 ભારતમાં 24 નવેમ્બરે લોન્ચ કરવાની છે. કંપનીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી. પોકો M2 અને M2 Pro પછી નવો સ્માર્ટફોન પોકો M સિરીઝમાં ત્રીજું મોડલ હશે. કંપનીએ પોકો M સિરીઝ દ્વારા એવા ગ્રાહકોને ટાર્ગેટ કર્યા છે, જે 15 હજારથી ઓછા બજેટમાં એક જોરદાર ફોન ખરીદવા માગે છે. આ ફોનની કિંમત પણ 15 હજાર રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

આમ તો કંપનીએ આ નવા ફોન વિશે કોઈ ડિટેલ્સ જાહેર કરી નથી પરંતુ તેના મુખ્ય સ્પેસિફિકેશન ખબર પડી ગઈ છે. પોકો M3ને એક અપકમિંગ રેડમી ફોનનું રિ-બ્રાન્ડેડ વર્ઝન હોવાનું પણ અનુમાન છે જે રેડમી નોટ 10 તરીકે લોન્ચ થઇ શકે છે.

વર્ચ્યુઅલ ઇવેન્ટથી લોન્ચિંગ થશે

  • પોકો ગ્લોબલ દ્વારા પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટના માધ્યમથી પોસ્ટ કરેલા ટ્વીટ પ્રમાણે, પોકો M3નું લોન્ચિંગ 24 નવેમ્બરે સાંજે 5:30 વાગ્યે IST પર એક વર્ચ્યુઅલ
  • ઇવેન્ટથી થશે.
  • પોકો M3ની ઓફિશિયલ ડિટેલ્સ હજુ આવી નથી. જો કે, પોકોના માર્કેટિંગ મેનેજર અને ગ્લોબલ સ્પોક્સપર્સન એન્ગસ કાઈએ ગયા મહિને કહ્યું હતું કે, 2020ના અંત સુધીમાં એક નવો પોકો
  • ફોન આવી જશે. તે રેડમી નોટ 10નું રિ-બ્રાન્ડેડ વર્ઝન હશે, તે એક અફવાનો ભાગ છે.

પોકો M3 સ્પેસિફિકેશન(સંભવિત)

  • કંપનીએ તો હજુ ફોનની કોઈ ડિટેલ જાહેર નથી કરી પણ ટિપ્સ્ટર મુકુલ શર્માએ યુટ્યુબ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કેટલાક સ્પેસિફિકેશન શેર કર્યા છે.
  • ટિપ્સ્ટરે કહ્યું કે, ફોનમાં 6.53 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લેની સાથે ડોટ ડ્રોપ ડિઝાઈન(વોટર ડ્રોપ)ની સાથે આવશે.
  • ફોનમાં એક ઓક્ટા-કોર ક્વોલકૉમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર હોવાની અફવા છે.
  • ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સરની સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે તેવી આશા છે.
  • ફોનમાં ડ્યુઅલ સ્પીકર્સ સાથે 6000mAh બેટરી સપોર્ટ પણ મળશે, જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગની સાથે આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો