તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Poco M2 First Opinion| Poco M2 Has 6.53 Inch Display And 5000mAh Battery With Fast Charging Support, The Company Claims India's Most Affordable Phone With 6GB RAM, Know What It Will Be Worth To Buy?

ફર્સ્ટ ઓપિનિયન:પોકો M2માં 6.53 ઈંચની ડિસ્પ્લે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળે છે, કંપનીનો દાવો- 6GB રેમવાળો ભારતનો સૌથી અફોર્ડેબલ ફોન, જાણો ફોનની ખરીદી તમારા માટે ફાયદાકરક રહેશે કે કેમ

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોકો M2નાં 128GB વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા જ્યારે રિઅલમી narzo 10નાં 128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે
  • પોકો M2 અને રિઅલમી narzo 10 બંને સ્માર્ટફોનમાં 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળે છે

ચાઈનીઝ ટેક કંપની પોકોએ તેનો લેટેસ્ટ ફોન પોકો M2 ભારતમાં તાજેતરમાં જ લોન્ચ કર્યો છે. કિંમત જોઈને કહી શકાય કે તે કંપનીનો અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. તેને એવા ગ્રાહકો માટે તૈયાર કરાયો છે જે ઓછી કિંમતમાં વધારે રેમ અને સ્ટોરેજ પસંદ કરતાં હોય. પોકો M2માં કયા ફીચર્સ મળશે, માર્કેટમાં તે કોને ટક્કર આપશે અને શું આ ફોન વેલ્યૂ ફોર મની છે કે કેમ આ તમામ વાતો જાણવા માટે તેના ફર્સ્ટ ઓપિનિયન પર એક નજર કરીએ...

પોકો M2ની કિંમત શું છે?
સૌ પ્રથમ ફોનની કિંમત વિશે વાત કરીએ તો ફોનનાં સ્ટોરેજ પ્રમાણે 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેનાં 6GB + 64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 12,499 રૂપિયા છે.

ફોનના બેસ્ટ પાર્ટ કયા છે?
પ્રથમ:
ફોનનો પ્રથમ બેસ્ટ પાર્ટ તેની ડિસ્પ્લે છે. આટલી ઓછી કિંમતમાં 6.53 ઈંચની ડિસ્પ્લે મળે છે. જે ફુલ HD+ છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગ્લાસ 3 પ્રોટેક્શન પણ મળે છે. મોટો X4માં 5.2 ઈંચની ડિસ્પ્લે મળે છે, તેની કિંમત પણ 10,999 રૂપિયા છે. તો ઈન્ફિનિક્સ હોટ 7 પ્રોમાં 6.19 ઈંચની અનેરેડમી નોટ 5 પ્રોમાં 5.99 ઈંચની ડિસ્પ્લે મળે છે.
બીજો: ફોનનો બીજો બેસ્ટ પાર્ટ તેની બેટરી છે. આ પ્રાઈસમાં ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તે 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
ત્રીજો: ફોનનો ત્રીજો બેસ્ટ પાર્ટ તેની રેમ છે. કંપનીનો દાવો છે કે 6GB રેમમાં આ સૌથી અફોર્ડેબલ સ્માર્ટફોન છે. જોકે ઈ-કોમર્સ સાઈટ પર અનેક સ્માર્ટફોન લિસ્ટેડ છે જેની કિંમત 10,999 રૂપિયા છે અને તે 6GBની રેમ ધરાવે છે, પરંતુ તેમાંથી મોટા ભાગના ફોન બંધ થઈ ગયા છે અથવા આઉટ ઓફ સ્ટોક છે.

માર્કેટમાં કયો ફોન ક્લોઝ કોમ્પિટિટર?
હાલ પોકો M2ના ક્લોઝ કોમ્પિટિટર તરીકે રિઅલમી Narzo 10ને ગણવામાં આવે છે. તેની કિંમત 11,999 રૂપિયા છે અને તેમાં 4GB રેમ મળે છે. બંનેના સ્પેસિફિકેશન ઘણા મળતા આવે છે. બંનેમાંથી કયો બેસ્ટ છે તમે જ નક્કી કરો...

અમારો અભિપ્રાય

  • ટેબલમાં જોઈ શકાય છે કે બંને ફોનની બેટરી કેપેસિટી, પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ લગભગ એકસમાન છે. પોકો M2ના 2 સ્ટોરેજ વેરિઅન્ટ અવેલેબલ છે, જયારે Narzo 10નું સિંગલ વેરિઅન્ટ જ લોન્ચ થયું છે.
  • પોકો M2માં 13MPનો મેઈન અને 8MP ફ્રન્ટ કેમેરા મળે છે, જ્યારે Narzo 10માં 48MPનો મેઈન અને 16MPનો સેલ્ફી કેમેરા મળે છે.
  • બંને ફોનના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમતની સરખામણીએ Narzo 10 500 રૂપિયા સસ્તો છે. જો તમને ઓછી રેમ અને વધારો સારો કેમેરા પસંદ હોય તો Narzo 10ની પસંદગી કરી શકાય છે, પરંતુ વધારે રેમની પ્રાથમિકતા માટે પોકો M2 સારો ઓપ્શન રહેશે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો