તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:પોકોએ 48MPનો કેમેરા ધરાવતો મિડ રેન્જ સ્માર્ટફોન પોકો X3 પ્રો લોન્ચ કર્યો, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

એક મહિનો પહેલા
  • ફોનનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે
  • ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ SD કાર્ડની મદદથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે

પોકોએ ભારતીય માર્કેટમાં તેનો મિડ રેન્જ સ્માર્ટફોન પોકો X3 લોન્ચ કર્યો છે. ગત વર્ષે લોન્ચ થયેલાં X3 વેરિઅન્ટનું આ અપગ્રેડેડ વર્ઝન છે. નવા સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસર મળે છે. આ ફોન ક્વૉડ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે. ભારતમાં તેની ટક્કર સેમસંગ ગેલેક્સી F62,રિયલમી X7 અને વિવો V20 2021થી થશે.

પોકો X3 પ્રો: કિંમત અને ઓફર

  • ફોનનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે. 8GB+128GB વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા છે. ફોનનાં ગોલ્ડન બ્રોન્ઝ, ગ્રેફાઈટ બ્લેક અને સ્ટીલ બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. તેનું વેચાણ 6 એપ્રિલથી ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યે શરૂ થશે.
  • લોન્ચિંગ ઓફર હેઠળ, આ સ્માર્ટફોન પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અથવા 1000 રૂપિયાની છૂટ મળશે. આ ઓફરનો લાભ ICICI બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર્સને મળશે.

પોકો X3 પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેમાં 6.67 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080X2400 પિક્સલ છે. સ્ક્રીનને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 પ્રોટેક્શન મળે છે. તેમાં ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસર છે.
  • ફોટો અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 48MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP(અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+ 2MP(મેક્રો શૂટર)નું 4 રિઅર કેમેરા સેટઅપ છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • પોકો X3 પ્રોમાં 128GB UFS 3.1નું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. તેને મેમરી કાર્ડથી 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક સહિતના ઓપ્શન છે. ફોનમાં ડ્યુઅલ સ્પીકર મળે છે, જે HiRes ઓડિયો સર્ટિફિકેશન સાથે આવે છે. તેને IP53 રેટિંગ મળ્યું છે.
  • ફોનમાં 5160mAhની બેટરી છે. તે 33 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપની ફોન સાથે 33 વૉટનું ચાર્જર પણ આપી રહી છે. ફોનનું ડાયમેન્શન 165.3x76.8x9.4mm અને વજન 215 ગ્રામ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો