તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટફોન સેલ:પોકો X3, C3, M2 અને M2 પ્રો પર મળી રહ્યું છે 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, 6 ડિસેમ્બર સુધી મળશે ઓફર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર પોકો ડેઝ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલ દરમિયાન પોકો X3, C3, M2 અને M2 પ્રો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર 6 ડિસેમ્બર સુધી રહેશે. સેલ દરમિયાન મિનિમમ 3 હજાર અને મેક્સિમમ 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. પોકો 2 વર્ષ સુધી શાઓમીની સબ બ્રાન્ડ રહી, પરંતુ હવે તે ભારતમાં સ્વતંત્ર બ્રાન્ડ બની છે.

ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ સાથે અમેરિકન એક્સપ્રેસ કાર્ડ પર ફ્લેટ 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર 5% અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 10%નું કેશબેક મળી રહ્યું છે. આ સ્માર્ટફોનને નો કોસ્ટ EMI દ્વારા પણ ખરીદી શકાય છે.

આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળશે

  • પોકો C3 સ્માર્ટફોનનાં 3GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટને સેલ દરમિયાન 6,999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનની કિંમત 9,999 રૂપિયા છે. 4GB+64GB વેરિઅન્ટની ખરીદી 7,999 રૂપિયામાં કરી શકાશે. ફોનના આર્કિટિક બ્લૂ, લાઈમ ગ્રીન અને મેટ બ્લેક કલર વેરિઅન્ટ ખરીદી શકાશે.
  • પોકો M2નાં 6GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની ખરીદી 9999 રૂપિયામાં કરી શકાશે. ફોનનાં 6GB+128GB વેરિઅન્ટની ખરીદી 10,999 રૂપિયામાં કરી શકાશે. આ સ્માર્ટફોન બ્રિક રેડ અને સ્લેટ બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.
  • પોકો M2 પ્રોનાં 16,999 રૂપિયાનાં 4GB+64GB વેરિઅન્ટની ખરીદી 12,999 રૂપિયામાં કરી શકાશે. ફોનનાં 6GB+64GB વેરિઅન્ટની ખરીદી 13,999 રૂપિયામાં અને 6GB+128GB વેરિઅન્ટની ખરીદી 15,999 રૂપિયામાં કરી શકાશે. આ ફોન ગ્રીન, ગ્રીનર, બ્લૂ અને બ્લેકના 2 શેડ્સમાં અવેલેબલ છે.
  • પોકો X3નાં 6GB+64GB વેરિઅન્ટની ખરીદી 19,999 રૂપિયામાં કરી શકાશે. ફોનનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો