ન્યૂ લોન્ચ:13MP કેમેરા અને 5000mAhની બેટરી સાથે બજેટ સ્માર્ટફોન 'પોકો C31' લોન્ચ થયો, કિંમત ₹7999
- સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોક ફીચર અને ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે
શાઓમીથી સ્વતંત્ર થયેલી બ્રાન્ડ પોકોએ C સિરીઝનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન 'પોકો C31' ભારતમાં લોન્ચ કર્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોક ફીચર અને ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફોન 5000mAhની બેટરી અને હીલિયો G35 પ્રોસેસરથી સજ્જ છે.
કિંમત અને અવેલેબિલિટી
- પોકો C31નાં બે રેમ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 3GB+32GB વેરિઅન્ટની કિંમત 8499 રૂપિયા અને 4GB+32GB વેરિઅન્ટની કિંમત 9499 રૂપિયા છે.
- 3 ઓક્ટોબરથી શરૂ થતાં ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડે સેલમાં 3GB રેમ વેરિઅન્ટની ખરીદી 7999 રૂપિયામાં અને 4GB રેમ વેરિઅન્ટની ખરીદી 8999 રૂપિયામાં કરી શકાશે.
- એક્સિસ બેંક અને ICICI બેંકના કાર્ડ પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. ફોનનાં રોયલ બ્લૂ અને શૅડો ગ્રે કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે.
પોકો C31નાં બેઝિક સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
- ફોનમાં 6.53 ઈંચની HD+ ડિસ્પ્લે છે. રાતે સ્ક્રીન ટાઈમથી થતાં નુક્સાનથી બચવા માટે તેમાં નાઈટ મોડ મળે છે. ઓનલાઈન ક્લાસ અને મેક્સિમમ ટાઈમ સુધી ફોનનો ઉપયોગ કરવા માટે ફોનમાં TUV રીડિંગ મોડ મળે છે.
- વીડિયો અને ફોટોગ્રાફી માટે ફોનમાં 13MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે.
- મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર ફોનને પાવર આપે છે.
- ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે. તે પાવર સેવિંગ મોડ, ડાયનેમિક પાવર મોડ અને બેકગ્રાઉન્ડ એપ ઓપ્ટિમાઈઝેશન સિસ્ટમ મળે છે.
- કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ 4G VoLTE, માઈક્રો USB પોર્ટ, VoWiFi, બ્લુટૂથ અને 3.5mmનો ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે.
પોકો C31નું કમ્પેરિઝન
મોડેલ | ડિસ્પ્લે સાઈઝ | કેમેરા | રેમ અને સ્ટોરેજ | બેટરી | કિંમત (રૂપિયામાં) |
પોકો C31 | 6.53 | 13MP+2MP+2MP | 3GB+32GB 4GB+64GB | 5000mAh | 8499 |
રિયલમી C21 | 6.53 ઈંચ | 13MP+2MP+2MP | 3GB+32GB 4GB+64GB | 5000mAh | 8,999 |
રિયલમી C21Y | 6.5 ઈંચ | 13MP+2MP+2MP | 3GB+32GB 4GB+64GB | 5000mAh | 8,999 |
ઓપ્પો A16 | 6.52 ઈંચ | 13MP+2MP+2MP | 4GB+64GB | 5000mAh | 13990 |