બેંગલુરુ ટેક સમિટ:17થી 19 નવેમ્બર સુધી યોજાનારી સમિટ માટે PM મોદીએ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ઈન્વિટેશન મોકલ્યુ, ગયા વર્ષની ઈવેન્ટથી આરોગ્યુ સેતુ એપનો વિચાર લેવાયો હતો

4 મહિનો પહેલા
  • બેંગલોરના પેલેસ ગ્રાઉન્ડમાં 17થી 19 નવેમ્બર દરમિયાન ઈવેન્ટની 24મી એડિશન યોજાશે
  • ઈવેન્ટમાં સામેલ થવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને આમંત્રણ આપ્યું છે
  • આ સમિટમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, ડૉ. હર્ષવર્ધન અને નિતિન ગડકરી સહિત અન્ય લોકો સામેલ થશે

બેંગલુરુ ટેક સમિટ 2021 ઈવેન્ટની જાહેરાત થઈ છે. આ સમિટની 24મી એડિશન 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. ઈવેન્ટ વર્ચ્યુઅલ અને ઓફલાઈન બંને રીતે યોજાઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈવેન્ટ માટે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને આમંત્રણ આપ્યું છે. ગત વર્ષે આ ઈવેન્ટ વર્ચ્યુઅલી જ યોજાઈ હતી. તેમાં 25થી વધારે દેશના પ્રતિનિધિઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, ડૉ. હર્ષવર્ધન અને નિતિન ગડકરી સહિત અન્ય લોકો સામેલ થશે. બેંગલુરુ રાજ્યના ઈન્ફર્મેશન એન્ડ બાયોટેક્નોલોજી તથા સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રાલયના અતિરિક્ત પ્રભાર સંભાળનાર નારાયણે ઈવેન્ટ અંગે સોમવારે અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી છે.

છેલ્લાં 2 વર્ષમાં સમિટની ઉપલબ્ધિ
2020ની સમિટ

આ સમિટનું ફોકસ ડેટા પ્રોટેક્શન અને સાયબર ટેક્નોલોજી પર હતું. સૌ પ્રથમ ટેક્નોલોજીને અડોપ્ટ કરવાની વાત કરવામાં આવી. આ સમિટમાં PM-KISAN મોબાઈલ એપ લોન્ચ કરવાની ચર્ચા થઈ. આયુષ્માન ભારત, આરોગ્ય સેતુ જેવી એપ લોન્ચ કરવાનો વિચાર પણ આ જ સમિટમાં આવ્યો હતો. સાથે જ 5G ટેક્નોલોજી અંગે પણ ચર્ચા થઈ હતી.

2019ની સમિટ
આ સમિટનું ફોકસ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), બ્લોક ચેન ઈફેક્ટ, IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ), સાયબર સિક્યોરિટી, સ્પેસ અને ડ્રોન રિવોલ્યુશન, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, 5G જીનોમિક્સ, સ્માર્ટ થેરેપ્યુટિક્સ, બાયોથેરેપ્યુટિક્સ, કેન્સરની સારવારમાં સ્માર્ટ ઈમ્યુનોલોજીક્સ, એગ્રિકલ્ચરમાં ઈન્ટેલિજન્સ સિસ્ટમ પર રહ્યું હતું.

ઈતિહાસ: 2005માં થઈ હતી શરૂઆત
આ સમિટની શરૂઆત બેંગલુરુ IT.inથી થઈ હતી. તે ભારતીય ટેક્નોલોજી એક્ઝિબિશન છે. તે દર વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે બેંગલોરના પેલેસ ગ્રાઉન્ડમાં થાય છે. વર્ષ 2018ની એડિશનમાં તેનું નામ બદલી બેંગલુરુ ટેક સમિટ કરવામાં આવ્યું. આ ઈવેન્ટ બેંગલોર રાજ્યનું IT અને બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ હોસ્ટ કરે છે. આ ઈવેન્ટથી NASSCOM (નેશનલ એસોસિએશન સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપની) સાથે ભારત સરકારના ટેકનોલોજી પાર્કની મદદ લેવાય છે.