કોવિનની કમાલ:PM મોદીએ કહ્યું- દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન Co-WINથી સરળ બન્યું, જાણો આ પોર્ટલની ખાસિયતો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિન પોર્ટલ પરથી વેક્સિન માટે ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધનમાં વેક્સિનના 100 કરોડ ડોઝ પૂરા થવા પર તેને સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી ફેલાઈ રહી હતી ત્યારે દેશમાં વેક્સિનેશન સૌથી મોટો પડકાર હતો. આ મુશ્કેલ કામને સ્વદેશી ડિજિટલ પ્લેટફોર્મ Co-WINએ સરળ બનાવ્યું. તેમણે કહ્યું કે ઘરની બહાર નીકળતા સમયે આપણે પગરખાં પહેરવાનું નથી ભૂલતાં તેમ માસ્ક પણ ન ભૂલવો જોઈએ.

કોરોના વાઈરસને ડામવા માટે 16 જાન્યુઆરીથી શરૂ થયેલું વેક્સિનેશન મહા અભિયાન સફળ રહ્યું છે. દેશમાં 100 કરોડથી વધારે વેક્સિનના ડોઝ અપાયા છે. આશરે 31% વસતીને વેક્સિનના બંને ડોઝ લાગી ગયા છે. 139 કરોડથી વધારે વસતીવાળા ભારતમાં વેક્સિનેશનું કામ લોઢાંના ચણા ચાવવા જેવું હતું. અધધધ વસતી ધરાવતા દેશમાં દરેક લોકોને વેક્સિન સેન્ટર સુધી પહોંચાડવાનું કામ સરળ નહોતું આ કામ સરળ બનાવવાનો શ્રેય સ્વદેશી વેક્સિન પોર્ટલ Co-WINને જાય છે.

કોવિન પ્લેટફોર્મની મદદથી 100 કરોડ ડોઝની સફર સરળ બની છે. આ પ્લેટફોર્મ પરથી વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસથી લઈને તેના સર્ટિફિકેશન ડાઉનલોડ કરવાની સુવિધા છે. આ પોર્ટલ એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર અવેલેબલ છે.

કેવી રીતે કામ કરે છે કોવિન પોર્ટલ
આ ડિજિટલ પ્લેટફોર્મ NHP (નેશનલ હેલ્થ પોલિસી)એ ડિઝાઈન કર્યું છે. કોવિડ મહામારીથી જીતવા માટે તેને 'Co-WIN' નામ અપાયું છે. તેમાં Coનો અર્થ કોવિડ અને WINનો અર્થ જીત થાય છે. વેક્સિન લેવા માટે ઓનલાઈન પોર્ટલ અથવા તેની એપ પરથી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આધાર કાર્ડથી પણ વેક્સિન માટે આ પોર્ટલ થ્રુ અપોઈન્ટમેન્ટ લઈ શકાય છે.

આ રીતે કોવિન પર રજિસ્ટ્રેશન કરાવો

 • સૌ પ્રથમ કોવિન પોર્ટલ પર જાઓ. તમારા કમ્પ્યુટર કે મોબાઈલમાં http://covin.gov.inટાઈપ કરી એન્ટર કરો.
 • તમારી સ્ક્રીનની જમણી બાજુ ઉપરની તરફ Register/ Sign In Yourself ઓપ્શન પર ક્લિક કરો.
 • તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને Get OTP પર ક્લિક કરો.
 • મોબાઈલમાં આવેલો OTP એન્ટર કરી વેરિફાઈ કરો.
 • હવે વેક્સિન માટે રજિસ્ટર કરો. અહીં તમારો ફોટો આઈડી પ્રૂફ, નામ, જેન્ડર અને જન્મનું વર્ષ એન્ટર કરો.
 • રજિસ્ટ્રેશની પ્રોસેસ અહીં સમાપ્ત થઈ ગઈ. હવે તમે અપોઈન્મેન્ટ શિડ્યૂલ કરી શકશો.
 • અપોઈન્મેન્ટ શિડ્યલૂ કરવા માટે રજિસ્ટર વ્યક્તિના નામની આગળ શિડ્યૂલ પર ક્લિક કરો.
 • અહીં તમે પિનકોડ કે જિલ્લાના આધારે નજીકનું વેક્સિનેશન કેન્દ્ર સર્ચ કરી શકશો.
 • અહીં તમે એજ ગ્રુપ, કોવિશીલ્ડ અને કોવેક્સિન, ફ્રી કે પેડ વેક્સિનની પસંદગી કરી શકો છો.
 • પોતાની અનુકૂળતા મુજબ આ અપોઈન્મેન્ટ બુક થયા બાદ તમને કન્ફર્મેશનનો મેસેજ મળશે, જેમાં 4 આંકડાનો કોડ પણ હશે. આ કોડને વેક્સિનેશન સેન્ટર પર સંબંધિત સ્વાસ્થ્ય કર્મચારીને દેખાડવો પડે છે.

કોવિનના ખાસ ફીચર્સ
આ પ્લેટફોર્મ પર તમે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. સાથે જ વેક્સિનેશનનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો. તમે આ પોર્ટલ પર લોગ ઈન થઈ આ પ્રોસેસ ફોલો કરી સુવિધાનો લાભ લઈ શકો છો.

 • કોવિન પોર્ટલ પર લોગ ઈન કર્યા બાદ International Travel Certificate પર જાઓ.
 • હવે તમારી બર્થ ડેટ અને પાસપોર્ટ નંબરની ડિટેલ સબમિટ કરી રિક્વેસ્ટ જનરેટ કરો.
 • હવે તમારા ફોન પર સર્ટિફિકેટની લિંક આવશે. તેના પર ક્લિક કરી ડાઉનલોડ કરો.

કોવિન પ્લેટફોર્મને સરકારે અલગ અલગ પ્લેટફોર્મ્સ સાથે કનેક્ટ કર્યું છે. તેને આરોગ્ય સેતુ અને ઉમંગ એપ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. આ બંને એપની મદદથી પણ તમે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારું વેક્સિન સર્ટિ લઈ શકો છો.

વિદેશોમાં સ્વદેશી પોર્ટલની ડિમાન્ડ

દુનિયામાં સૌથી ફાસ્ટ વેક્સિનેશન ભારતમાં થઈ રહ્યું છે. તેનો શ્રેય ચોક્કસથી કોવિન પોર્ટલને જાય છે. તેથી વિદેશોમાં આ સ્વદેશી પોર્ટલની ડિમાન્ડ વધી છે. ભારત આ એપને ઓપન સોર્સ પ્લેટફોર્મ તરીકે તૈયાર કરી રહ્યું છે. તેથી તમામ દેશના લોકો આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે. કોવિન એપના ચીફ આરએસ શર્માના જણાવ્યા પ્રમામે દુનિયાના 76 દેશોએ આ પોર્ટલ માટે રુચિ જણાવી છે. તેમાં કેનેડા, મેક્સિકો, નાઈઝિરિયા, પનામા, વિયેતનામ અને યુગાંડા સહિતના દેશ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...