• Home
  • Utility
  • Gadgets
  • Pictures of Huawei P40 and P40 Pro smartphone leaked before launch, the phone will get curved display and dual LED flash light.

લોન્ચિંગ પહેલાં હુવાવે P40 અને P40 પ્રો સ્માર્ટફોનની તસવીરો લીક થઈ, ફોનમાં કર્વ્ડ ડિસ્પલે અને ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ મળશે.

Pictures of Huawei P40 and P40 Pro smartphone leaked before launch, the phone will get curved display and dual LED flash light.
X
Pictures of Huawei P40 and P40 Pro smartphone leaked before launch, the phone will get curved display and dual LED flash light.

  • હુવાવે P40 ફોનમાં 3 રિઅર અને 2 ફ્રન્ટ કેમેરા મળશે
  • હુવાવે P40 પ્રોમાં 5 રિઅર કેમેરા અને 2 ફ્રન્ટ કેમેરા મળશે
  • બંને સ્માર્ટફોનના ઓરેન્જ, બ્લેક અને સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થશે

દિવ્ય ભાસ્કર

Mar 21, 2020, 03:14 PM IST

ગેજેટ ડેસ્ક: હુવાવે કંપની 26 માર્ચે ચીનમાં ‘હુવાવે P40’ અને ‘હુવાવે P40 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં તેની રેન્ડર્સ અર્થાત ગ્રાફિક્સથી બનેલી તસવીરો લીક થઈ છે. ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલે આ તસવીરો શેર કરી છે. તસવીરમાં ફોનની બેક અને ફ્રન્ટ પેનલ દર્શાવવામાં આવી છે.

ફોનનાં સ્પેસિફિકેશન અને કિંમત

  • શેર કરેલી તસવીરો મુજબ હુવાવે P40 ફોનમાં 3 રિઅર અને 2 ફ્રન્ટ કેમેરા મળશે. જ્યારે હુવાવે P40 પ્રોમાં 5 રિઅર કેમેરા અને 2 ફ્રન્ટ કેમેરા મળશે. બંને ફોનમાં એકદમ પાતળી બેઝલ્સ આપવામાં આવી છે. ફોનમાં કર્વ્ડ ડિસ્પલે મળશે. ફ્રન્ટ કેમેરામાં 3D ડેપ્થ સેન્સર મળી શકે છે.
  • ફોનની બેક પેનલમાં લંબચોરસ કેમેરા સેટઅપની બાજુમાં ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ મળશે.ફોનની જમણી બાજુએ પાવર અને વોલ્યુમ બટન મળશે.
  • બંને સ્માર્ટફોનના ઓરેન્જ, બ્લેક અને સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હુવાવે P40ની કિંમત CYN 3,988 (આશરે 42,000 રૂપિયા) અને CYN 5,488 (આશરે 58,000 રૂપિયા) હોઈ શકે છે. જોકે કોરોના વાઈરસનાં જોખમ વચ્ચે ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપની દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી