હાલ લોકડાઉનને લીધે લોકો ઘરે કંટાળી ચૂક્યા છે તેને ધ્યાનમાં રાખી યુઝરને સુવિધા આપવા માટે અનેક એપ્સ પોતાનાં નવાં ફીચર લોન્ચ કરી રહી છે. તેવામાં ગૂગલ ક્રોમ મ્યૂઝિક લેબમાં નવું ફીચર ઉમેરાયું છે. તેમાં હવે પિયાનો ઉમેરાયું છે. તેનાં માટે ગૂગલે એક વેબ લિંક લોન્ચ કરી છે. આ લિંક મિત્રો સાથે શેર કરી ઓનલાઈન મ્યૂઝિકનો આનંદ મેળવી શકાય છે.
લોગઈન કે પાસવર્ડની આવશ્યકતા નહીં
હાલ પિયાનોનું બીટા વર્ઝન લોન્ચ થયું છે. તેમાં એકસાથે 10 યુઝર પિયાનો વગાડી શકે છે. તેના માટે કોઈ લોગઈન કે પાસવર્ડની આવશ્યકતા રહેતી નથી. માત્ર લિંક શેર કરી યુઝર્સ અન્ય યુઝર્સને ઈન્વાઈટ કરી શકે છે.
મ્યૂઝિક લેબની લિંક મોબાઈલ અને વેબ બંનેમાં સપોર્ટ કરે છે. ડેસ્કટોપ/લેપટોપ યુઝર કી બોર્ડ અને મોબાઈલ યુઝર્સ પણ તેના કી બોર્ડથી તેનો ઉપયોગ કરી શકશે. ક્રોમ મ્યૂઝિક લેબ માત્ર ફન માટે ડેવલપ કરાઈ છે. પિયાનો સાથે યુઝર ડ્રમકિટ અને સ્ટ્રિંગ્સ સહિતના ઈનસ્ટ્રુમેન્ટ્સનો પણ અનુભવ કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.