વર્લ્ડ ફોટોગ્રાફી ડે:તમે પણ સ્માર્ટફોનથી પ્રોફેશનલ ફોટોગ્રાફી કરી શકો છો, એક્સપર્ટ પાસેથી જાણી લો તેનું A TO Z

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમય સાથે ફોટોગ્રાફીની રીત પણ બદલાઈ છે. કેમેરા રીલની શરૂઆતથી હવે ફોટોગ્રાફી ડિજિટલ થઈ છે. ડિજિટલાઈઝેશન થવાથી હવે ફોટોગ્રાફી સરળ બની છે. હવે તો સ્માર્ટફોનથી પણ પ્રોફેશનલ ફોટોગ્રાફી કરી શકાય છે. સ્માર્ટફોનના કેમેરા લેન્સ પ્રોફેશનલ કેમેરા લેન્સ જેવી ઈફેક્ટ આપે છે.

સારા કેમેરા સ્માર્ટફોનથી પ્રોફેશનલ ફોટોગ્રાફી ત્યારે કરી શકાય જ્યારે તમને તેની સંપૂર્ણ સમજણ હોય. વર્લ્ડ ફોટોગ્રાફી ડેના અવસરે દિવ્ય ભાસ્કરના ફોટોગ્રાફર તારાચંદ ગવારિયા પાસેથી સ્માર્ટફોનથી જ પ્રોફેશનલ ફોટોગ્રાફી કરવાની ટિપ્સ જાણી લો..

લેન્સની સફાઈ
ફોટો લેતાં પહેલાં તમે તમારા મોબાઈલને સાફ કરી લો. ખાસ કરીને કેમેરાના લેન્સને. તેને સોફ્ટ કાપડથી સાફ કરો. હાથ વડે લેન્સ ક્યારેય સાફ ન કરવો.

ફોક્સ
ફોટોગ્રાફીમાં સૌથી મહત્ત્વનું ફોકસ છે. અર્થાત જે સબ્જેક્ટનો આપણે ફોટો લઈ રહ્યા છીએ તો ફોકસમાં છે કે નહિ તે જાણી લો. જો કે ફોકસમાં ન હોય તો ફોટો બ્લર આવી શકે છે. તેથી ફોટો લેતાં પહેલાં કેમેરા ઓન કરી સ્ક્રીન પર ટેપ કરી ફોકસ લો.

લાઈટ
ફોટોગ્રાફી માટે લાઈટનું ખાસ મહત્વ છે. ફોટોગ્રાફી માટે સવારની અને સાંજની લાઈટ બેસ્ટ મનાય છે. આ સિવાય ફોટો લેતાં સમયે લાઈટની માહિતી હોવી જરૂરી છે. જેમ કે સબ્જેક્ટની પાછળથી લાઈટ આવી રહી છે તો તમને સબ્જેક્ટ બ્લેક દેખાશે. તેથી સબ્જેક્ટને લાઈટની યોગ્ય દિશામાં રાખો. તેથી તેના પર પ્રોપર લાઈટ આવે અને ત્યારબાદ ક્લિક કરો, પરંતુ લેન્ડસ્કેપ ફોટોગ્રાફી કરી રહ્યા હો તો સબ્જેક્ટની પાછળની લાઈટનો યોગ્ય ઉપયોગ કરી સારી ફોટોગ્રાફી કરી શકાય છે.

એંગલ
મોબાઈલ અથવા કેમેરાથી ફોટોગ્રાફીમાં એંગલનું પણ મહત્ત્વ છે. એંગલ જ ફોટોને અલગ અને સુંદર બનાવે છે. એંગલનો અર્થ જેનો તમે ફોટો લઈ રહ્યા છો તેને અલગ અલગ દિશાથી ક્લિક કરવું. એરિયલ વ્યૂ, નોર્મલ વ્યૂ અને ડાઉન વ્યૂ (જમીન પર સૂઈને) ફોટોગ્રાફી કરી શકાય છે.

અપર્ચર અને સ્પીડ

મોબાઈલમાં પ્રોફશનલ કેમેરાની જેમ અપર્ચર અને સ્પીડનો ઓપ્શન મળે છે. દિવસમાં કોઈનો ફોટો લઈ રહ્યા હો અને ઓછી લાઈટ હોય તો તમે અપર્ચર અને સ્પીડ ઓછી કરી સારો ફોટો લઈ શકો છો. અલગ અલગ સમયમાં અપર્ચર અને સ્પીડનું કામ મહત્ત્વનું હોય છે.

કમ્પોઝિશન
ફોટો લેતાં સમયે કમ્પોઝિશનનું પણ ધ્યાન રાખો. અર્થાત ફોટો લેતાં સમયે સબ્જેક્ટને સાઈડમાં કે સેન્ટરમાં રાખો. તેનાથી ફોટો વધુ સારો આવશે. તેને ફોટોગ્રાફીની ભાષામાં રુલ ઓફ થર્ડ કહેવાય છે.

ફ્લેશનો ઉપયોગ
ફોટોગ્રાફીમાં ફ્લેશનો ઉપયોગ ક્યાં કરવો તેની સમજણ પણ હોવી જરૂરી છે. સનસેટ સાથે ફોટો લેતાં હો તો ફ્લેશનો ઉપયોગ જરૂર કરો. ફ્લેશનો ઉપયોગ કરવાથી વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાશે. જો તો પણ ફોટો ક્લિયર ન આવે તો અન્ય મોબાઈલની ટોર્ચની મદદ લો. આ સિવાય જ્યાં પણ લાઈટ ઓછી હોય ત્યાં ફ્લેશનો ઉપયોગ કરો.

ઝૂમનો ઓછો ઉપયોગ કરો
ઘણી બધી કંપનીઓ મોબાઈલ ફોન વેચવા માટે ઝૂમ ઓપ્શન અને પિક્સલને વધારે હાઈલાઈટ કરે છે. ફોટોગ્રાફી કરો તો ઝૂમનો ઉપયોગ ઓછો કરો. વધારે ઝૂમ કરવાથી ફોટો ક્લિયર નથી આવતો. જો સારી લાઈટ આવે તો સારો ફોટો લઈ શકાય છે. હાઈ રેન્જ મોબાઈલ કેમેરામાં ઝૂમ ઓપ્શનમાં ક્વોલિટી સારી હોય છે.

ફોટોગ્રાફી એપનો ઉપયોગ
મોબાઈલમાં ફોટોગ્રાફીને લઈ ઘણી એપ્સ જે ફોટો ક્લિક કર્યા બાદ તેને વધુ સારો બનાવે છે. આ એપ્સમાં તમે ફોટો એડિટ કરી શકો છો અને એપ્સમાંથી જ ડાયરેક્ટ ફોટો લઈ શકો છો.