અડધા માર્કેટ પર ફોનપેનો દબદબો:જૂનમાં સૌથી વધારે UPI ટ્રાન્ઝેક્શન ફોનપેથી થયાં, 46% માર્કેટ શેર સાથે ફોનપે નંબર 1 પર

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂન મહિનામાં ફોનપેના 129.27 કરોડ યુઝરે UPI ટ્રાન્ઝેક્શન કર્યા. મે મહિનામાં આ આંકડો 114.98 કરોડ હતો
  • ગૂગલ પેના એક મહિનામાં 9.16 કરોડ ટ્રાન્ઝેક્શન વધ્યા, પરંતુ કંપનીનો માર્કેટ શેર 0.04% ઘટ્યો

NPCI (નેશન પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)એ જૂનનાં UPI ટ્રાન્ઝેક્શનનાં આંકડા જાહેર કર્યા છે. નવા આંકડા પ્રમાણે, ફોનપે એપ 46.04% માર્કેટ શેર સાથે પ્રથમ સ્થાને રહી છે. કંપનીના UPI ટ્રાન્ઝેક્શનમાં મે મહિનાની સરખામણીએ 0.77%નો વધારો થયો છે. ત્યારબાદ આ લિસ્ટમાં ક્રમાનુસાર ગૂગલ પે, paytm, એમેઝોન પે અને યસ બેંક છે.

ફોનપેથી UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા વધી
જૂન મહિનામાં ફોનપેના 129.27 કરોડ યુઝરે UPI ટ્રાન્ઝેક્શન કર્યા. મે મહિનામાં આ આંકડો 114.98 કરોડ હતો. અર્થાત મંથલી એપ પર ટ્રાન્ઝેક્શનની સંખ્યા 14.28 કરોડ વધી. બીજા સ્થાને રહેલી ગૂગલ પેની સરખામણીએ ફોનપે પર 32.4 કરોડ UPI ટ્રાન્ઝેક્શન વધારે થયા.

ગૂગલ પેનો માર્કેટ શેર ઘટ્યો
ગૂગલ પે યુઝર્સે જૂન મહિનામાં 88.05 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યા. મે મહિનામાં આ આંકડો 97.11 કરોડ હતો. અર્થાત એક મહિનામાં 9.16 કરોડ ટ્રાન્ઝેક્શન વધ્યા. તો પણ કંપનીનો માર્કેટ શેર 0.04% ઘટ્યો. જૂનમાં ગૂગલ પેનો માર્કેટ શેર 34.63% રહ્યો મે મહિનામાં તે 34.67% હતો. NPCIના જણાવ્યા પ્રમાણે, ગૂગલ પે એપથી જૂન મહિનામાં કુલ 2,07,287.73 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થયા.

paytmનાં ટ્રાન્ઝેક્શન્સ અને માર્કેટ શેર વધ્યો
ત્રીજા નંબર પર રહેનારી paytm એપનાં ટ્રાન્ઝેક્શનમાં વધારો જોવા મળ્યો. મે મહિનામાં 29.06 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા, આ આંકડો જૂન મહિનામાં વધી 32.65 કરોડ સુધી પહોંચ્યો. અર્થાત તેના ટ્રાન્ઝેક્શનમાં 3.58 કરોડનો વધારો થયો. જૂન મહિનામાં કંપનીનો માર્કેટ શેર 11.63% હતો. મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં કંપનીના માર્કેટ શેરમાં 0.18%નો વધારો થયો.

એમેઝોન પેને 7% ટ્રાન્ઝેક્શનનું નુક્સાન
UPI ટ્રાન્ઝેક્શનનાં લિસ્ટમાં એમેઝોન પે એપ ચોથા નંબરે રહી. જોકે તેનાં ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 7.01 મિલિયનનો ઘટાડો થયો. કંપનીની એપમાં મે મહિનામાં 58.35 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા. તે જૂનમાં ઘટીને 51.34 મિલિયન થઈ ગયા. તો કંપનીનો માર્કેટ શેર 1.83% થયો. યસ બેંકની એપ લિસ્ટમાં પાંચમા નંબરે છે. જૂનમાં તેના પર 24.72 મિલિયન ટ્રાન્ઝેક્શન થયાં અને તેનો માર્કેટ શેર 0.88% હતો.