એપલની મોટી તૈયારી:ફોનમાં લાગી જશે ‘લોકડાઉન મોડ’, કોઈ નહીં કરી શકે હેક, સ્પાયવેર અટેકને બ્લોક કરવામાં મદદ કરશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમે પેગાસસનું નામ તો સાંભળ્યું હશે. તે એક સ્પાયવેર છે જેનો ઉપયોગ ઘણાં દેશોની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. NSO ગ્રુપે આ સોફ્ટવેર વિકસાવ્યું હતું અને તેનું કામ લોકોની જાસૂસી કરવાનું હતું. ઘણાં સ્પાયવેર જાસૂસી માટે આવે છે, પરંતુ તે એક એડવાન્સ સોફ્ટવેર હતું.

પેગાસસે માત્ર એન્ડ્રોઈડ ફોન જ નહીં, પરંતુ આઈફોનની સિસ્ટમ પણ હેક કરી છે. આવાં સ્પાયવેરથી બચવા માટે એપલ જોરદાર તૈયારીઓ કરી રહ્યું છે. બુધવારે કંપનીએ પણ આ અંગે જાહેરાત કરી હતી. એપલે કહ્યું કે તે ટૂંક સમયમાં જ એક નવું ફીચર રિલીઝ કરવા જઈ રહી છે, જેનું નામ ‘લૉકડાઉન મોડ’ હશે. આ ફીચરનાં કારણે લોકોને સુરક્ષાનું બીજું લેયર મળશે. ખાસ કરીને હેકિંગથી બચવામાં યૂઝર્સને ઘણી મદદ મળશે.

સ્પાયવેરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
સ્પાયવેર કંપનીઓનું કહેવું છે, કે તેઓ સરકારની મદદ માટે આવાં સોફ્ટવેર વેચે છે પણ હ્યુમન રાઈટ્સ ગૃપે આક્ષેપ લગાવ્યો છે, કે આવાં સોફ્ટવેરનો ઉપયોગ સિવિલ સોસાયટી પર હુમલાઓ માટે થાય છે તેમજ વિપક્ષોની જાસૂસી કરવા અને ચૂંટણીમાં દખલગીરી કરવા માટે કરવામાં આવે છે. આવાં સોફ્ટવેરથી બચવા માટે એપલ કંપની પોતાની સોફ્ટવેર સિસ્ટમ માટે એક નવું મોડ તૈયાર કરી રહી છે, જેને ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવી શકે છે.

‘લોકડાઉન મોડ’ શું છે?
એપલના આઇફોન, આઇપેડ અને મેક પર ટૂંક સમયમાં ‘લોકડાઉન મોડ’ નામનું ફિચર મળી શકે છે. આ ફીચર ચાલુ થતાં જ આઈફોનની મેસેજિંગ એપ્સમાં આવતાં મોટાભાગના એટેચમેન્ટ બ્લોક થઈ જશે. સિક્યોરિટી રિસર્ચ કંપનીઓનું માનવું છે, સરકારી ગ્રેડના સ્પાયવેર માટે મેસેજ, કોલ લોગ, ફોટો ડાઉનલોડ કરવા, છૂપી રીતે ડિવાઇસના માઇક્રોફોન અને ફોન કોલ્સ રેકોર્ડ કરવા, ફોનના કેમેરાનો ઉપયોગ કરીને ફોટો લેવા, પાસવર્ડને એક્સેસ કરવા અને રિયલ ટાઇમમાં ફોનના લોકેશનને ટ્રેક કરવું મુશ્કેલ નથી પણ NSO Groupને એપલના મેસેજ અટેચમેન્ટ્સને હેન્ડલ કરવામાં આવેલી એક ખામી દેખાઈ.

‘લોકડાઉન મોડ’ ફોનમાં કેવી રીતે એક્ટિવ કરશો?

 • Settings એપ ઓપન કરો.
 • Privacy & Security પર ક્લિક કરો.
 • અહિં નીચે તમને ‘લોકડાઉન મોડ’ ફિચર જોવા મળશે.
 • હવે તમને તેમાં બે વિકલ્પ જોવા મળે છે choose Learn More અને Turn On Lockdown Mode. તમે આ બંનેમાંથી તમારી પસંદગી મુજબ કોઈપણ પસંદ કરી શકો છો.
 • ‘લોકડાઉન મોડ’ On કર્યા પછી અને Restart પર ટેપ કરો
 • આ મોડને બંધ કરવા માટે ફરી પાછી આ જ પ્રોસેસ ફોલો કરો.

‘લોકડાઉન મોડ’ ફોનમાં એક્ટિવ કરતાં શું-શું ફેરફાર જોવા મળશે?

 • Messages: ફોટોસ સિવાયના મોટાભાગના અટેચમેન્ય બ્લોક કરવામાં આવશે, જેમ કે લિંક પ્રિવ્યુ જેવાં ફિચરને ડિસેબલ કરવામાં આવશે.
 • Web browsing: વિશ્વસનીય અને સર્ટિફાઈડ વેબસાઈટ સિવાય એકપણ સાઈટ એકસેસ કરવા મળશે નહિ.
 • FaceTime: તમે અગાઉ કોલ ન કર્યો હોય તેવા લોકોના ઇનકમિંગ ફેસટાઇમ કોલ્સ પ્રતિબંધિત થશે.
 • Wired connections: નવા મોડમાં વાયર્ડ કનેક્શન પણ બ્લોક કરવામાં આવશે. એપલનું કહેવું છે કે નવું ફીચર ઝીરો ક્લિક હેકિંગ એટેકને રોકવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.