ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ટિકટોક જેવી એપ્સ પર જો તમે વીડિયો બનાવીને ફેમસ થવા ઈચ્છો છો અને તમારી પાસે સારું લેપટોપ કે કોઈ સારું એડિટિંગ સોફ્ટવેર નથી તો ટેંશન ના લો, તમે ફોનમાં પણ વીડિયો બનાવીને એડિટ કરી શકો છો.
ક્વિક(QUIK)
આ એપ વીડિયો એડિટિંગ માટે iOS અને એન્ડ્રોઇડ એમ બંને પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તેનો ઉપયોગ પણ સરળ છે. તેમાં યુઝર ઇન્ટરફેઝ ઘણો ફ્રેન્ડલી છે. આમાં તમને ઘણા બધા ફિલ્ટર્સ અને ટેમ્પ્લેટ્સ મળશે. તેની મદદથી તમે સારી રીતે વીડિયો એડિટ કરી શકશો. ક્વિકે એપ 4k વીડિયો ક્વોલિટીને સપોર્ટ કરતી નથી અને જો તમે સબસ્ક્રિપ્શન લેશો તો વોટરમાર્ક જોવા નહીં મળે.
વીટા(Vita)
વીટા એડિટિંગ એપનું એક્સેસ ફ્રીમાં મળે છે. તેનો યુઝર-ઇન્ટરફેઝ પણ ઘણો સારો છે. આ એપમાં તમે વીડિયો સ્લો-મોની સાથે સ્પીડ અપ પણ કરી શકો છો. એપમાં અનેક ફિલ્ટર્સ અને ટ્રાન્ઝિશન મળી જશે. આ એપથી તમે ફોન પર જ ક્રિએટિવ વીડિયો બનાવી શકો છો.
VN એડિટિંગ એપ
VN એડિટિંગ એપમાં પણ ફ્રી એક્સેસ મળે છે. તેમાં એડિટ થયેલા વીડિયોમાં વોટરમાર્ક જોવા નહીં મળે. આ એપમાં ‘ક્રોમા કી’નો ઉપયોગ પણ તમે કરી શકો છો. મલ્ટિલેયર ટાઇમલાઈન અને માસ્કિંગનો ઓપ્શન પણ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.