તહેવારમાં પરિવાર અન મિત્રો સાથે ફુલ મસ્તી કરી. પૂજા, દીવો પ્રગટાવવો અને ફટાકડા ફોડતાની સાથોસાથ બીજા ઘણા યાદગાર પળ સ્માર્ટફોનમાં કેપ્ચર કર્યા. તહેવાર પછી તમારા ફોનમાં હેંગની તકલીફ તો નથી થતી ને? આવું એટલા માટે કહી રહ્યા છે કારણકે અત્યારના લેટેસ્ટ ફોનમાં હાઈ રેઝોલ્યુશન ફોટો અને વીડિયો ફુલ HD કે 4Kમાં વીડિયો રેકોર્ડિંગ થાય છે. સાથે જ વ્હોટ્સએપ પર આવેલા મેસેજથી ફોન સ્ટોરેજ વધારે ભરાઈ જાય છે અને ફોન હેંગ થવા લાગે છે.
તો આજે, ફોનનાં સ્ટોરેજ મેનેજમેન્ટની વાત કરીએ..આખરે કઈ ભૂલને લીધે ફોનમાં હેંગની તકલીફ થાય છે અને તેનું સોલ્યુશન કેવી રીતે લાવવું....
સૌપ્રથમ ફોન હેંગના કારણો જાણીએ..
1.ફોનની રેમ ઓછી હોવી
જે ફોનમાં 1GB સુધીની રેમ હોય છે તેમાં તમે એક જ સમયે ઘણીબધી એપનો ઉપયોગ ના કરી શકો. ઓછી રેમવાળા ફોનમાં એકસાથે વધારે એપ ચાલુ કરવાથી ફોન હેંગ થવા લાગે છે. જે ફોનમાં રેમ ઓછી છે તેમાં ડેટા ઓછો હોવો જોઈએ. માત્ર જરૂર હોય તે એપ્સ જ રાખવી અને વધારે સ્પેસ રોકતી એપ્સ ઇન્સ્ટોલ ના કરવી.
2.સ્ટોરેજ ઓછું હોવું
સ્માર્ટફોનમાં લિમિટેડ સ્ટોરેજ કેપેસિટી હોય છે. એટલે કે ફોનમાં 80% વધારે સ્ટોરેજ હોય તો ફોન હેંગ થવા લાગે છે. આથી વીડિયો અને ફોટો વધારે પડતા ના રાખવા,
3. માલવેર એપ્સ
કોઈ અજાણી વેબસાઈટ પરથી મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરવાથી વાઈરસની સાથોસાથ માલવેર પણ આવી જાય છે. તે તમારા ફોન માટે જોખમી છે . આ ફોનની બેકગ્રાઉન્ડ પ્રોસેસ અટકાવે છે અને તેને લીધે ફોન હેંગ થવા લાગે છે. આથી પ્લે સ્ટોર પરથી જ એપ ડાઉનલોડ કરવી જોઈએ. APK ફાઈલ ક્યારેય ઇન્સ્ટોલ ના કરવી જોઈએ.
4.ઓવરહીટિંગ
સતત ફોનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થવા લાગે છે. તેને લીધે ઘણીવાર ફોન હેંગ અને ક્યારેક રીસ્ટાર્ટ પણ થવા લાગે છે. સ્માર્ટફોનનું ટેમ્પરેચર નોર્મલી 35 સેલ્સિયસ સુધીનું હોય છે. વધારે હીટથી ફોનમાં હેંગની તકલીફ પણ થવા લાગે છે.
5.આઉટડેટેડ સોફ્ટવેર
આઉટડેટેડ સોફ્ટવેરથી પણ ફોન હેંગ થવા લાગે છે. સોફ્ટવેર અપડેટ રહેશે તો ફોનમાં આવતા બગ્સ અને વાઈરસ રોકી શકાશે. જેનો રેગ્યુલર યુઝ કરો છો તે એપ્સ જ અપડેટ કરો. ફોનમાં ઓટો અપડેટ ફીચરને પ્લે સ્ટોર સેટિંગમાં જઈને કાયમ માટે ઓફ કરી દો.
મોબાઈલ હેંગ થવાના ઘણા બધા કારણો હોય શકે છે, તેમાં મોટાભાગના સોફ્ટવેર રિલેટેડ હોય છે. અમે તમને ફોન હેંગથી બચવાના ઉપાય જણાવી રહ્યા છીએ:
1.નકામી એપ્સ ડિલીટ કરો
ફોનમાં સ્ટોરેજ ઓછું કરવું હોય તો વધારે જગ્યા રોકતી અને જેનો ઉપયોગ તમે ક્યારેક જ કરતા હો તે એપ્સ ડિલીટ કરો.
2.ફોટો અને વીડિયો ડિલીટ કરો
ગેલરીમાં જઈને ફોટો અને વીડિયો ચેક કરો. નકામા ફોટો અને વીડિયો ડિલીટ કરો. વ્હોટ્સએપ પર પણ નકામા ફોટો અને વીડિયો ડિલીટ કરો. ફોરવર્ડ મેસેજ અને ફોટો રોજ ડિલીટ કરશો તો ઘણી બધી જગ્યા બચશે.
3. અટેચ ફાઈલ
ઈમેલની સાથે અટેચ ફાઈલ ડાઉનલોડ કરવાથી તે ફોનમાં જ સેવ થઈ જાય છે. આ ફાઈલ આપણા ફોનમાં ઘણીબધી સ્પેસ રોકે છે. નકામી ફાઈલ ડિલીટ કરી દેવી જોઈએ.
4.કેશે ક્લિયર કરો
જો ફોનમાં સ્પેસ કરવી હોય તો કેશે ક્લિયર કરતા રહેવું જોઈએ. એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર સેટિંગમાં જઈને આ કામ કરી શકે છે. આ ક્લિયર કરવાથી ફોનનું સ્ટોરેજ વધી જાય છે. એન્ડ્રોઈડ ડિવાઈસમાં Settings>Storage>માં જઈને Cached data ઓપ્શન પર જઈ ડિલીટ કરી શકો છો.
5. ગૂગલ ફોટોનો ઉપયોગ કરો
ગૂગલમાં જીમેલ પર આઈડી બનાવવાથી 15GBનું સ્ટોરેજ મળે છે. તેમાં હાઈ ક્વોલિટીના ફોટો અને વીડિયોનું બેકઅપ કરી શકાય છે, ફોન સ્ટોરેજ ઓછું કરવા માટે ગૂગલ ફોટોઝ એપમાં ઓટોમેટિક બેકઅપ ઓપ્શન ઓન કરી લો. બધો ડેટા બેકઅપ થઈ જાય ત્યારે ફી અપ સ્પેસ ઓપ્શન પર ટેપ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.