ટેક બાઈંગ ગાઈડ:લેમિનેશન મશીન 5 મિનિટમાં એન્ડ્રોઈડ ફોનને આઈફોન જેવો લુક આપે છે, જાણો તેની ખાસિયતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં નકલી ગેજેટનું મોટું માર્કેટ છે. દેશના મહાનગરોમાં ઓરિજિનલ લુક આપતા જ નકલી સ્માર્ટફોન અથવા અન્ય ગેજેટ્સનું વેચાણ થાય છે. તાજેતરમાં જ ચેન્નાઈ અને બેંગલુરુમાં શાઓમીના બ્રાન્ડિંગના 33.3 લાખ રૂપિયાની નકલી એક્સેસરીઝ પકડાઈ છે. તેવામાં તમારે સાવચેતી સાથે ગેજેટ્સની ખરીદી કરવી પડશે. અમે તમને એવાં લેમિનેશન મશીન વિશે જણાવી રહ્યા છે જે ફોનનો લુક ચેન્જ કરી દે છે.

ટેક માર્કેટમાં હવે એવી મશીન અવેલેબલ છે જે ફોનની બેકનો લુક બદલી નાખે છે. અર્થાત આ મશીનની મદદથી એન્ડ્રોઈડ ફોનને આઈફોન જેવો લુક આપી શકાય છે. આ મશીનની મદદથી ફોન પર એક લેમિનેશન શીટ લગાવામાં આવે છે. બેક સાઈડ પર એપલ લોગો ફિક્સ કરવામાં આવે છે.

આ રીતે ફોનનો લુક ચેન્જ કરવામાં આવે છે
ફોનનો લુક ચેન્જ કરવા માટે લેમિનેશન મશીન સાથે લેમિનેશન શીટ અને કંપનીનો લોગો ઉપયોગી બને છે. માર્કેટમાં આ મશીનની કિંમત 4000 રૂપિયા, લેમિનેશન શીટની કિંમત 20 રૂપિયા અને લોગોની કિંમત 10 રૂપિયાની આસપાસ છે. અર્થાત લેમિનેશન શીટ અને લોગોના 30 રૂપિયાના ખર્ચામાં તમે ફોનનો લુક બદલી શકો છે. આ કામમાં 5 મિનિટનો સમય લાગે છે.

  • ફોન પર લેમિનેશન શીટ લગાડવા માટે ફોનને સ્ક્રીન બાજુએથી મશીન પર લગાવામાં આવે છે.
  • હવે મશીનની ચારે બાજુ લેમિનેશન શીટ ફિક્સ કરવામાં આવે છે.
  • મશીન શીટ અટેચ કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ગેપ ન રહે.
  • હવે મશીન ઓન કરવામાં આવે તો, તે લેમિનેશન શીટને નીચેની બાજુએ ખેંચે છે.
  • આ પ્રોસેસથી લેમિનેશન શીટ ફોન ઉપર ફિક્સ થઈ જાય છે.
  • હવે ફોનને લેમિનેશન શીટની આસપાસવાળા પાર્ટને કાપી અલગ કરી દો.
  • પછી તેને બ્લોઅરની મદદથી ફોનને ગરમ હવાનો મારો કરો. તેનાથી ફોનના કોર્નર ફિક્સ થઈ જાય છે.
  • હવે પેપર નાઈફની મદદથી એક્સ્ટ્રા પાર્ટ અલગ કરી દો અને કંપનીનો લોગો ફિક્સ કરો.
  • આ રીતે ફોનની બેક પેનલનો કલર અને કંપનીની બ્રાન્ડિંગ બંને અલગ થઈ જાય છે.

કવરનો ઉપયોગ નહિ કરવો પડે
સ્માર્ટફોન કવર ફોનની સેફ્ટી વધારે છે, પરંતુ ફોનની બેક ખરાબ થઈ જાય છે. જોકે ફોનના અનેક પ્રકારના બેક કવર મળે છે, જે ફોનને સેફ્ટી સાથે સ્ટાઈલિશ લુક આપે છે. ફોન કવર માટે મિનિમમ 100 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. માર્કેટમાં લેમિનેશન શીટ લગાવાનો ખર્ચો 50 રૂપિયાની આસપાસ છે. લેમિનેશન શીટની મદદથી ફોનનો લુક વારંવાર ચેન્જ કરી શકાય છે. તો ફોનનો લોગો ચેન્જ કરી નવા ફોનનો ફીલ લઈ શકાય છે.