ફિલિપ્સના 3 નવાં ફીચર ફોન્સ:કંપનીનો દાવો- ફોનમાં 1500 કલાક સુધીનું સ્ટેન્ડ બાય બેટરી બેકઅપ મળશે, પ્રારંભિક કિંમત ₹1399
- E102A અને Xenium E209 ફોનમાં 1000mAhની બેટરી મળે છે
- તમામ ફોન્સમાં કનેક્ટિવિટી માટે FM અને બ્લુટૂથ મળે છે
ફિલિપ્સ કંપનીએ E સિરીઝના 3 નવાં ફીચર ફોન લોન્ચ કર્યાં છે. તેમાં Xenium E209, Xenium E125 અને E102A સામેલ છે. તેની કિંમત 1399 રૂપિયાથી લઈને 2999 રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે.
ફિલિપ્સ બ્રાન્ડના આ ફીચર ફોનની ખરીદી ઈ કોમર્સ પ્લેટફોર્મ અને ઓફલાઈન સ્ટોર પરથી કરી શકાશે. કંપની આ વર્ષનાં અંત સુધીમાં વધુ 3 ફીચર ફોન સાથે પાવરબેંક્સ, વોલ ચાર્જર અને કેબલ જેવી એક્સેસરીઝ લોન્ચ કરવાનાં પ્લાનિંગમાં છે.
Xenium E209નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
- લોન્ચ થયેલાં ફીચર ફોનમાંથી આ સૌથી પ્રીમિયમ હેન્ડસેટ છે. તેની કિંમત 2999 રૂપિયા છે. આ ફીચર ફોનમાં 2.4 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન SOS ફંક્શન સાથે આવે છે અને તેમાં 108dB સુધી વોલ્યુમવાળું લાઉડસ્પીકર અટેચ છે. 1000mAhથી સજ્જ આ ફોનમાં ટોર્ચ સાથે લોક અનલોક માટે ડેડિકેટેડ બટન પણ મળે છે.
- SD કાર્ડ સ્લોટ ધરાવતા આ ફોનમાં ઈન બિલ્ટ વાયરલેસ FM અને કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 3.0 મળે છે.
Xenium E125નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ફોનની કિંમત 2099 રૂપિયા છે. ફોનમાં 1.77 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોન MT6261M SoC પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં ફોટોગ્રાફી માટે QVGA કેમેરા મળે છે.
- આ ફોનમાં 2000mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે તે 1500 કલાકનો સ્ટેન્ડ બાય ટાઈમ આપે છે. ફોનમાં ડ્યુઅલ સિમ સ્લોટ મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં બિલ્ટ ઈન બ્લુટૂથ 3.0 અને ઈન બિલ્ટ મ્યુઝિક પ્લેયર મળે છે.
E102Aનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ફોનની કિંમત 1399 રૂપિયા છે. ફોનમાં 1.77 ઈંચની TFT ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 128x160 પિક્સલ છે. ફોનમાં 1000mAhની બેટરી મળે છે.
- ફોટોગ્રાફી માટે તેમાં બેઝિક VGA કેમેરા મળે છે. SD કાર્ડ સ્લોટની મદદથી ફોનનું સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે. આ ફોનમાં એન્ટરટેઈનમેન્ટ માટે મ્યુઝિક પ્લેયર, વાયરલેસ FM, દમદાર સ્પીકર અને ગેમ મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 2.1 સાથે ડ્યુઅલ સિમ અને GPRS બ્રાઉઝર મળે છે.