તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • People Living In Home Quarantine Will Now Be Able To Order Home cooked Meals From Swiggy, As Well As Immunity Booster Food.

સ્પેશિયલ ફીચર:હોમ ક્વૉરન્ટીનમાં રહેતાં લોકો હવે સ્વિગીથી ઘર જેવું જ ભોજન મંગાવી શકશે, ઈમ્યુનિટી બૂસ્ટર ફૂડ પણ મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ કેર કોર્નર ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી હોમ ક્વોરન્ટીનમાં રહેતાં લોકો તેમની દરેક જરૂરિયાતની વસ્તુઓ મંગાવી શકશે
  • સ્વિગી જિની ફીચર ઘરનાં ભોજનને એક જગ્યાએથી અન્ય જગ્યાએ પહોંચાડવામાં મદદ કરશે

દુનિયાભરમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. તેવામાં ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની swiggy (સ્વિગી)એ કોરોના પોઝિટિવ લોકો માટે એક નવી પહેલ કરી છે. કંપનીએ તેમના માટે કેર કોર્નર લોન્ચ કર્યું છે. તે હોમ ક્વૉરન્ટીન લોકોને મદદ કરશે. આ કેર કોર્નર કોરોના પિઝિટવ લોકો માટે તમામ જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવશે.

કેર કોર્નરમાં ક્વૉરન્ટીનમાં રહેલા દર્દીઓને ઘરનું ભોજન, કેર પેકેજ, દવાઓ અને કરિયાણાનો સામાન મળશે. સ્વિગીએ હેલ્થ વેબસાઈટ હેલ્ધી ફાય મી સાથે પાર્ટનરશિપ કરી છે. તેના માટે તે હેલ્ધી ફૂડ આઈટેમ્સને ભરોસાપાત્ર રેસ્ટોરાંથી લાવશે.

હોમ ક્વૉરન્ટીન લોકોની મદદ

આ ફીચરનો ફાયદો લેવા માટે સ્વિગી એપના હોમપેજમાં જાઓ. અહીં સ્પેશ્યિલ કેર કોર્નર ઓપ્શન જોવા મળશે. આ ફીચર એ લોકોની મદદ કરશે જે કોરોના પોઝિટિવ લોકોની મદદ કરવા માગે છે પરંતુ ઘરેથી બહાર નથી નીકળી શકતા. સ્વિગી જિની ફીચર ઘરનાં ભોજનને એક જગ્યાએથી અન્ય જગ્યાએ પહોંચાડવામાં મદદ કરશે.

ઈમ્યુનિટી બૂસ્ટર ભોજન મળશે

કોરોનાકાળમાં ક્વૉરન્ટીનમાં રહેલા લોકોની સમસ્યા એ છે કે તેમને મનપસંદ ભોજન મળતું નથી. આ ફીચર હોમ ક્વૉરન્ટીન દરમિયાન તમારા ફેવરિટ રેસ્ટોરાંથી ફૂડ ડિલિવરી કરશે. કંપનીનો દાવો છે કે તે એવું ભોજન આપશે જે ઈમ્યુનિટી વધારશે.

ડુન્ઝો ઓનલાઈન પ્લેટફોર્મની જેમ કામ કરશે
યુઝર સ્વિગીના જિની ફીચરનાં માધ્યમથી દવાઓ સાથે પર્સનલ યુઝનો સામાન પણ મગાવી શકશે. ગત વર્ષે સ્વિગીએ ગો ફીચર લોન્ચ કર્યું હતું. તેને અપડેટ કરી કંપનીએ જિની ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર બેંગલોરમાં કામ કરતા ડુન્ઝો ઓનલાઈન પ્લેટફોર્મ જેવું છે. તે સિટીની અંદર કોઈ પણ સામાન લાવવા લઈ જવામાં મદદ કરે છે.

કેર કોર્નર સેક્શનમાં ડોનેશનનો વિકલ્પ પણ છે. આ પૈસાનો ઉપયોગ કંપની ઓક્સીજન સિલિન્ડર અને હેલ્થ કેર માટે કરશે.