એપ્સની બોલ-બાલા:2020માં વિશ્વભરના લોકોએ એપ્સ પર 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા, યુટ્યુબ પર 6 ગણો વધુ સમય વિતાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહામારીએ દુનિયાભરના લોકોને કંઈક વધારે પડતા જ ટેક ફ્રેન્ડલી બનાવી દીધા છે અને તેના આંકડા પણ ચોંકાવનારા છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટ અનુસાર, 2020માં ગૂગલ અને એપલ સ્ટોર પર એપ ડાઉનલોડ એક વર્ષમાં 7 ટકા વધ્યું અને રેકોર્ડ સ્તર 218 અબજ એટલે કે 21800 કરોડે પહોંચ્યું. એટલું જ નહીં લોકો હવે એપ પર 20 ટકા વધારે ખર્ચ કરી રહ્યા છે. રિપોર્ટના અનુસાર, ગત વર્ષે એપ સ્ટોર પર વિશ્વભરમાં 143 અબજ ડોલર લગભગ 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

એનાલિટિક ફર્મ એપ એનીએ પોતાના વાર્ષિક 'સ્ટેટ ઓફ મોબાઈલ' ઈન્ડસ્ટ્રી રિપોર્ટમાં જણાવ્યું કે, એકલા એન્ડ્રોઈડ ડિવાઈસ પર એપ યુઝર્સે 3.5 ટ્રિલિયન મિનિટ એટલે કે લગભગ 3.5 લાખ કરોડ મિનિટ પસાર કરી છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મોટાભાગનો સમય ઘરમાં રહેવાને કારણે દુનિયાભરના લોકોની મોબાઈલ ઉપયોગ કરવાની આદતમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. કેમ કે, સ્માર્ટફોનને એન્ગેજમેન્ટ અને એન્ટરટેઈનમેન્ટનો સારો સોર્સ માનવામાં આવે છે. ટેકક્રંચના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ખર્ચની બાબતમાં ચીન, અમેરિકા, જાપાન, સાઉથ કોરિયા અને યુકેના દેશ સૌથી આગળ છે.

એપ પર સમય પસાર કરવામાં ભારત ત્રીજા નંબર પર
ઈન્ડોનેશિયા, બ્રાઝિલ અને ભારત જેવા ઘણા મોબાઈલ ડેવલપિંગ માર્કેટોમાં પણ ટ્રેન્ડમાં તેજી જોવા મળી. ભારતીય હવે સરેરાશ 4.6 કલાક એપ પર સમય પસાર કરી રહ્યા છે, જ્યારે 2019માં આ આંકડો 3.3 કલાક સુધી મર્યાદિત હતો. 5.2 કલાકની સાથે ઈન્ડોનેશિયા સૌથી આગળ છે. રિપોર્ટમાં એં પણ કહેવામાં આવ્યું છે કે દરરોજ ટીવી કરતા 8 કલાક વધારે સમય એપ પર પસાર કરવામાં આવી રહ્યો છે.

મોબાઈલ ગેમનો ક્રેઝ વધ્યો, ટિકટોકમાં 325% ગ્રોથ
2020માં મોબાઈલ ગેમિંગ અપનાવામાં તેજી જોવા મળી છે. 'Among Us' અમેરિકા સહિત 2020માં ઘણા માર્કેટોમાં એક બ્રેકઆઉટ ગેમ બની ગઈ. ભારતમાં પ્રતિબંધ હોવા છતાં ટિકટોકમાં એક વર્ષમાં 325 ટકાની શાનદાર વૃદ્ધિ જોવા મળી.

યુટ્યુબ પર લોકોએ 6 ગણો વધુ સમય વિતાવ્યો

  • કન્ઝ્યુમર્સે મોબાઈલ ડિવાઈસ પર સ્ટ્રીમિંગમાં 40 ટકા વધારે કલાક વિતાવ્યા, પશ્ચિમ દેશોમાં બીજા ક્વાર્ટરમાં સ્ટ્રીમિંગ એપ્સ પર સમય પસાર કરવામાં તેજી જોવા મળી, કેમ કે આ સમયે મહામારીએ લોકોને ઘરમાં રહેવા માટે મજબૂર કરી દીધા હતા.
  • ચીનને બાદ કરતા તમામ માર્કેટમાં પસાર કરેલા સમય પ્રમાણે યુટ્યુબ નંબર 1 સ્ટ્રીમિંગ એપ બની ગઈ. યુટ્યુબ પર પસાર કરવામાં આવેલો સમય 6 ગણો વધારે હતો. 2020ના ચોથા ક્વાર્ટરમાં ઝૂમ અને ગૂગલ મીટ જેવી એપ 275 ટકા વધી ગઈ, કેમ કે આ દરમિયાન મહામારીને લીધે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન સ્ટડીમાં તેજી જોવા મળી.
અન્ય સમાચારો પણ છે...