કોરોના વાઈરસને કારણે ભલે અનેક ઈન્ડસ્ટ્રીને નુક્સાન થયું હોય, પરંતુ કોરોનાકાળમાં દુનિયાભરમાં PC (પર્સનલ કમ્પ્યુટર)ની માગમાં ધરખમ વધારો થયો છે. માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટપોઈન્ટના જણાવ્યા પ્રમાણે, 2021ના પ્રથમ ક્વાર્ટરમાં PC શિપમેન્ટમાં વાર્ષિક 45%નો વધારે ગ્રોથ થયો છે. લેનોવોએ પોતાની પોઝિશન જાળવી રાખતાં ફરી એક વાર નંબર 1 બની છે. ત્યારબાદ hp બીજા ક્રમાંકે અને ડેલ ત્રીજા ક્રમાંકે છે.
આગામી મહિનાઓમાં પીસી વેન્ડર્સને શિપમેન્ટમાં વધારાનું ચલણ યથાવત રહે તેવી આશા છે. જોકે ગ્લોબલી ચિપની અછતને કારણે PCનું પ્રોડક્શન અને સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. ગત વર્ષે કોવિડ-19ના પ્રકોપને કારણે 2021ના બીજા ક્વાર્ટરમાં દુનિયાભરમાં PC માર્કેટ પ્રભાવિત થવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.
કાઉન્ટપોઈન્ટના ડેટા પ્રમાણે, 2021ના પ્રથમ ક્વાર્ટરમાં 24% માર્કેટ શેર સાથે લેનોવો કંપની લીડર બની છે. 23% માર્કેટ શેર સાથે hP બીજા અને 17% માર્કેટ શેર સાથે ડેલ ત્રીજા નંબરે છે. એપલનો 9% માર્કેટ શેર ધરાવે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન સ્ટડીને કારણે આ સેગમેન્ટની ડિમાન્ડ વધી છે. ગેમિંગ નોટબુકની ડિમાન્ડમાં પણ વધારો જોવા મળ્યો છે. જોકે 2020ના છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં PC શિપમેન્ટ્સમાં 14%નો ઘટાડો નોંધાયો છે.
ટોપ-6 સેલર માર્કેટમાં પોતાનું સ્થાન જાળવી રાખશે
કમ્પ્યુટર ખાસ કરીને નોટબુકની વધતી જતી માગ ત્રીજા ક્વાર્ટરમાં પણ યથાવત રહી શકે છે. કાઉન્ટપોઈન્ટના રિપોર્ટ મુજબ, શિપમેન્ટમાં ટૉપ-6 વેન્ડર્સનો કુલ માર્કેટ શેર 85%થી વધારે રહેશે. 2021માં માર્કેટમાં યર ઓન યર 16.3%ની વૃદ્ધિ થશે, જેમાં 33.3 કરોડ શિપમેન્ટ થશે.
ચિપની અછતની અસર માર્કેટ પર
અનુમાનિત વૃદ્ધિ હોવા છતાં ચિપની અછતને કારણે શિપમેન્ટ્સ પર અસર થઈ શકે છે. ફર્મે કહ્યું છે કે, ઓર્ડર (એન્ડ ડિમાન્ડ) અને ડિસ્પ્લે ડ્રાઈવર IC (ડિસ્પ્લે પેનલ સાથે) અને CPUનાં એક્ચ્યુઅલ શિપમેન્ટ વચ્ચે 20%થી લઈને 30% સુધીનું અંતર જોવા મળી રહ્યું છે. PMICs (પાવર મેનેજમેન્ટ ઈન્ટિગ્રેટેડ સર્કિટ) અને DDIC (ડિસ્પ્લે ઈન્ટિગ્રેટેડ સર્કિટ)એ PC સેગમેન્ટની માગ અને સપ્લાયમાં સૌથી વધારે અંતરનો સામનો કર્યો છે. કોરોના વાઈરસ મહામારીને કારણે પ્રોડક્શનનો સમય લગભગ બમણો થયો છે.
2022ના જૂન મહિના સુધી સ્થિતિ સામાન્ય બની શકે છે
કાઉન્ટપોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, 2022ના જૂન મહિના સુધી PC CPUની સપ્લાય ચેનમાં વૃદ્ધિ થશે. કેટલાક વેન્ડર્સે ઓડિયો કોડેક IC અને લેન ચિપ્સ જેવા કમ્પોનન્ટની માગ પૂરી કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કમ્પોનન્ટ્સ માટે ડિમાન્ડ અને સપ્લાયનું અંતર 2020ના જૂન મહિના પછી વધ્યું હતું. તે હજુ પણ થોડા સમય સુધી રહે તેવી આશા છે. કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, 2022ના જૂન મહિના સુધી આ અંતર ધીરે ધીરે સામાન્ય થઈ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.