તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ઈન્ડિયાના 6 વર્ષ:paytmએ આ અવસરે 50 કરોડ રૂપિયાની કેશબેક ઓફર શરૂ કરી, આ રીતે મળશે ઓફરનો ફાયદો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

paytm ડિજિટલ ઈન્ડિયાના 6 વર્ષ પૂરા થવાના અવસરે ગ્રાહકો અને વેપારી માટે કેશબેક ઓફર લાવી છે. તેમાં કંપની 50 કરોડ રૂપિયાની મોટી અમાઉન્ટ આપશે. કંપનીએ કહ્યું કે તે ભારતમાં વેપારી અને ગ્રાહકોને paytm એપનાં માધ્યમથી કરવામાં આવી પ્રત્યેક લેવડ દેવડ માટે કેશબેક આપશે. આ કાર્યક્રમ કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિશેષ અભિયાન સાથે દેશભરના 200 જિલ્લામાં શરૂ કરવામાં આવશે.

ઓફર દેશભરના વેપારીઓ માટે રહેશે, જ્યારે વેપારીઓને ડિજિટલાઈઝેશન માટે પ્રશિક્ષિત કરવા માટે અને કેશલેસ ટ્રાન્જેક્શન અપનાવવા માટે વૃદ્ધિ માટે ઈનામ હેતુ 200થી વધારે જિલ્લામાં ગ્રાઉન્ડ લેવલે વિશેષ ગતિવિધિઓનું આયોજન કરવામાં આવશે.

2 કરોડ વેપારીઓને ફાયદો મળશે
ગેરન્ટીડ કેશબેક ઓફર લોન્ચ કરવાની સાથે કંપની સાઉન્ડબોક્સ અને IoT ડિવાઈસની પણ રજૂઆત કરી છે. કંપની આ વર્ષે પ્રોગ્રામ માટે 50 કરોડ રૂપિયાની રકમ આપવા માટે પ્રતિબદ્ધ છે જે એવા 2 કરોડથી વધારે વેપારીઓનું ઉત્થાન કરશે જે પોતાના રોજિંદા જીવનમાં પેટીએમનો ઉપયોગ કરે છે.

પેટીએમનાં માધ્યમથી પેમેન્ટ પર ઈનામ
આ ઓફર હેઠળ, પેટીએમએ ભારતમાં વેપારી અને ગ્રાહકો માટે પેટીએમ એપનાં માધ્યમથથી દરેક ટ્રાન્જેક્શન પર કેશબેક પ્રોગ્રામની જાહેરાત કરી છે. દિવાળી પહેલાં પેટીએમ એપનાં માધ્યમથી સૌથી વધારે સંખ્યામાં ટ્રાન્જેક્શન કરનારા વેપારીઓને ટોચ વેપારી બનવા માટે પ્રમાણપત્ર સાથે સમ્માનિત કરવામાં આવશે અને સાથે જ ફ્રી સાઉન્ડબોક્સ, IoT ડિવાઈસ જેવાં ઈનામ આપવામાં આવશે.

6 મહિના સુધી મળશે ગેરન્ટીડ કેશબેક
દુકાનોમાં પેટીએમ QR કોડ સ્કેન કરી ખરીદી કરનારા ગ્રાહકોને પણ દરેક ટ્રાન્જેક્શન પર કેશબેક મળશે. ગેરન્ટીડ કેશબેક ઓફર 6 મહિના સુધી ચાલશે. પેટીએમ યોગ્ય વેપારીઓને બિઝનેસ એપ માટે પોતાના પેટીએમનાં માધ્યમથી 50% ડિસ્કાઉન્ટ સાથે સાઉન્ડબોક્સ આપશે.

અન્ય સમાચારો પણ છે...