જો તમે UPI એપથી પેમેન્ટ કરો તો તમને 4 જ વિકલ્પો મળે છે, પહેલો વિકલ્પ- QR કોડ સ્કેન કરીને, બીજો વિકલ્પ- UPI આઈડીથી, ત્રીજો વિકલ્પ- એક જ પ્લેટફોર્મનાં બે યુઝર વચ્ચે અને ચોથો વિકલ્પ- બેન્ક એકાઉન્ટની માહિતીની મદદથી. જો કે, હવે તમને આ 4 વિકલ્પો સિવાય પણ એક નવી સુવિધા Paytm એપ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. Paytm સાથે તમે હવે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને અન્ય કોઈપણ પેમેન્ટ એપ પર સીધા જ પૈસા મોકલી શકો છો. આ સુવિધા આપનારી Paytm પ્રથમ એપ બનશે. Phonepay અને Gpay પછી Paytm એ ત્રીજુ સૌથી મોટું UPI પેમેન્ટ એપ છે.
તેજીથી વધી રહ્યું છે UPIનું ચલણ
UPIથી થતી લેવડ-દેવડનું સ્તર નિરંતર વધી રહ્યું છે. UPIના માધ્યમથી ઓક્ટોબરમાં કુલ 730 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં કુલ 12.11 લાખ કરોડ રુપિયાથી વધુનું UPI ટ્રાન્ઝેક્શન થયું. સપ્ટેમ્બરમાં 11.16 લાખ કરોડનાં 678 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા.
UPIની લોન્ચિંગથી ક્રાન્તિ સર્જાઈ
વર્ષ 2016માં UPIની લોન્ચિંગની સાથે જ ડિજિટલ પેમેન્ટનાં વિશ્વમાં એક ક્રાન્તિ આવી ગઈ. UPIમાં સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપી છે. અગાઉ ડિજિટલ વોલેટનો ટ્રેન્ડ હતો પણ આ વોલેટમાં KYC જેવી ઝંઝટ છે, જ્યારે UPIમાં કંઈ જ કરવાનું રહેતું નથી.
NCPI એ UPI ઓપરેટ કરે છે
RBI ભારતમાં RTGS અને NEFT પેમેન્ટ સિસ્ટમ ચલાવે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) IMPS, RuPay, UPI જેવી સિસ્ટમનું સંચાલન કરે છે. સરકારે 1 જાન્યુઆરી, 2020થી UPI વ્યવહારો માટે ઝીરો-ચાર્જ ફ્રેમવર્ક ફરજિયાત કર્યું છે.
UPI સિસ્ટમથી સંબંધિત અમુક ખાસ બાબતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.