નથી છૂટી રહી નબળો પાસવર્ડ બનાવવાની આદત:password અને 123456 જેવા પાસવર્ડ બનાવી રહ્યા છે ભારતીયો, એક સેકન્ડમાં હેક થઈ જાય છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયબર ક્રાઈમની ઘટનાઓ વધ્યા પછી પણ ભારતીય યૂઝર પોતાનાં પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવા પર ધ્યાન આપી રહ્યા નથી. પાસવર્ડ મેનેજમેન્ટ કંપની નોર્ડપાસની એક રિપોર્ટ મુજબ પાસવર્ડ રુપે સૌથી વધુ 'password' નો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 'password'ને 34.90 લાખ વાર પાસવર્ડ બનાવવામાં આવ્યો હતો. બીજી તરફ 123456ને 1.66 લાખ વાર પાસવર્ડ બનાવવામાં આવ્યો હતો.

આ વર્ષે 'bigbasket' અને 'googledumy' પણ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડમાં સામેલ છે,. આ સિવાય 123456 અને 12345678 પાસવર્ડ હજુ પણ લોકોની પસંદ બનીને રહ્યા છે.

અમેરિકા, UK અને જાપાનના લોકો પણ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવામાં પાછળ
30 દેશોનાં લોકો પર કરવામાં આવેલ રિસર્ચમાં સામે આવ્યું છે કે, UKમાં સૌથી વધુ વપરાતા પાસવર્ડમાં liverpool, qwerty, guest, arsenal, chelsea, liverpool1, password1, football, cheese, thoma અને london જેવા શબ્દો સામેલ છે.

બીજી તરફ જાપાનમાં Going ahead, 123456, akubisa2020, sakura, diskunion, ilove12345@, doraemon અને daisuki સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતાં પાસવર્ડ છે. હવે અમેરિકાની વાત કરીએ તો guest, 12345’, baseball, football, soccer, jordan23, iloveyou અને shadow સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ છે.

એક સેકન્ડમાં હેક થઈ જાય છે આ પાસવર્ડ
રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, જે પાસવર્ડ સૌથી વધુ પોપ્યુલર છે, તે હેક કરવામાં સૌથી વધુ સરળ હોય છે. અંતે એમ કહી શકાય કે, ભારતમાં 10 માંથી 6 પાસવર્ડને એક સેકન્ડથી પણ ઓછા સમયમાં એકદમ સરળતાથી હેક કરી શકાય છે.

પાસવર્ડ બનાવતાં સમયે આ ભૂલ ન કરશો

  • સરળ શબ્દોવાળો પાસવર્ડ બનાવશો નહીં
  • પાસવર્ડમાં ક્યારેય પણ 8થી ઓછા અક્ષરોનો ઉપયોગ કરશો નહીં
  • પાસવર્ડમાં પોતાના નામ કે જન્મતારીખનો ઉપયોગ કરશો નહીં
  • તમારા યૂઝરનેમને પણ પાસવર્ડ ન બનાવો
  • પાસવર્ડ ક્યારેય કોઈને પૂછીને ન બનાવવો

પાસફ્રેઝનો પણ ઉપયોગ કરી શકશો ​​​​​​​
પોતાનાં ડેટા અને ડિવાઈસને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડની જગ્યાએ હંમેશા પાસફ્રેઝનો ઉપયોગ કરી શકશો. બીજા પાસવર્ડની સાપેક્ષમાં તે બનાવવું એકદમ સરળ બનશે અને તેને ક્રેક કરવું પણ અઘરું બનશે. વિશેષ વાત તો એ છે કે, જુદા-જુદા પ્લેટફોર્મ પર તેનો પાસવર્ડ બનાવવો અને તેને યાદ રાખવો એકદમ સરળ બનશે. ઉદાહરણ દ્વારા સમજીએ....

માની લો કે, તમે તમે અમદાવાદમાં રહો છો તો I live in ahmedabadમાંથી Iliaને લઈ લીધું. હવે તેમાં Gmail હોય તો g, Facebook હોય તો f અને અન્ય કોઈ એપ હોય તો તેનો પહેલો અક્ષર લઈ શકો. આ સાથે જ હંમેશા યાદ રહે તે નંબર્સ પણ જોડી દો. તેમાં તમારી ડેટ ઓફ બર્થ કે જન્મનો વર્ષ સામેલ થઈ શકે. આ મુજબ તમે જીમેલનો પાસવર્ડ Iliag2015 અથવા ફેસબુકનો પાસવર્ડ Iliaf2015 યૂઝ કરી શકો. આ રીતે તમે પાસફ્રેઝ બનાવી શકો.