• Gujarati News
 • Utility
 • Gadgets
 • Password Protection Checklist; Password Examples | How Make Gmail Banking Strong Password And More Secure Account

પાસવર્ડ પ્રોટેક્શન:નંબર-આલ્ફાબેટથી લઈને પેટર્ન લોક સુધી દરરોજ તમારે 12થી 14 પાસવર્ડ યાદ રાખવાના હોય છે, પાસવર્ડ-ડેટા ચોરીથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આજની પેઢીનું મગજ એક્ટિવ રહે છે કોઈ કામ કર્યા વગર પણ મગજને શ્રમ પડતો હોય છે કારણ કે આજની પેઢી એક-બે નહિ બલકે અનેક પાસવર્ડ મગજમાં સેવ રાખે છે. આ પાસવર્ડ ડે ટુ ડે લાઈફનો ભાગ બન્યા હોય છે. જીમેલથી લઈને UPI ટ્રાન્જેક્શનમાં પાસવર્ડની જરૂર હોય છે. એક યુઝરે મિનિમમ 12થી 18 પાસવર્ડ યાદ રાખવા પડે છે.

તમારા મગજમાં કેટલા પાસવર્ડ સેવ છે? કદાચ તમે તરત તેની ગણતરી કરી જવાબ પણ ના આપી શકો. તેના માટે ફોનની એ એપ્સ કાઉન્ટ કરો જેમાં તમે પાસવર્ડ સેટ કર્યા છે. તેનું પરિણામ ચોંકાવનારું હોઈ શકે છે. આપણે આજે આ જ પાસવર્ડ સાથે જોડાયેલા તમામ પરિબળોની ચર્ચા કરીશું....

પાસવર્ડ શું હોય છે?
જે તમારા ડેટા, ડિવાઈસ અથવા કોઈ પણ એલીમેન્ટને પ્રોટેક્ટ કરે છે તે પાસવર્ડ હોય છે. પહેલા પાસવર્ડ નંબર અથવા આલ્ફાફેટ્સ હતા પરંતુ હવે ટેક્નોલોજી આગળ વધી જવાથી ફિંગર, ફેસ અને આંખ પણ પાસવર્ડ બની છે. તો પેટર્ન, ફોટોઝ, પિન, બાયોમેટ્રિક્સ પણ પાસવર્ડના ભાગ બન્યા છે. પાસવર્ડના અલગ અલગ ફોર્મેટ હોય છે...

પાસવર્ડનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે
તેનો પ્રથમ જવાબ સ્માર્ટફોન છે. ફોનમાં ભલે ડેટા જરૂરી હોય કે ન હોય પરંતુ પાસવર્ડની શરૂઆત અહીંથી જ થાય છે. જીમેલ અકાઉન્ટ, સોશિયલ મીડિયા અને ગેલરી સહિતની મોબાઈલ એપ્સમાં પાસવર્ડનો યુઝ થાય છે. UPI, રેલ અને અન્ય એપ્સ પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. ઉમંગ અને DigiLocker જેવી સરકારી એપ્સમાં પણ પાસવર્ડ હોય છે.

આપણે કેટલા પાસવર્ડ યાદ કરી શકીએ છીએ?
આ સવાલનો જવાબ તમે જાતે જ આપી શકો છો. ઈન્ટરનેટ બેંકિંગ, ફોન, સોશિયલ એપ્સ, જીમેલ સહિતની અનેક વસ્તુઓ માટે આપણે પાસવર્ડ યાદ રાખીએ છીએ પરંતુ ઘણી એપ્સ અને પ્લેટફોર્મ એવા હોય છે કે એક વાર લોગ ઈન કરી આપણે પાસવર્ડ ભૂલી જવાનો હોય છે. પાસવર્ડ મેનેજર નોર્ડપાસના ફેબ્રુઆરી, 2020ના સર્વે પ્રમાણે, એક સામાન્ય યુઝર પાસે 100 પાસવર્ડ હોય છે. સારી વાત એ છે કે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર જ્યારે કોઈ પાસવર્ડ સબમિટ કરવામાં આવે છે તો તે યુઝરને સેવ કરવા માટે પૂછે છે. તેનાથી યુઝરને વારંવાર પાસવર્ડ યાદ કરી સબમિટ કરવાની જરૂર રહેતી નથી.

આપણે એવરેજ કેટલા પાસવર્ડ યુઝ કરી રહ્યા છે
એક્સપર્ટના જણાવ્યાનુસાર, યુઝર મોટે ભાગે સૌથી વધારે પાસવર્ડ તેના સ્માર્ટફોનમાં ઉપયોગ કરે છે. ફોન અનલોકથી લઈને એપ્સ અનલોક માટે દિવસભર તે અનેકો વખત પાસવર્ડ સબમિટ કરે છે. સાથે જ લેપટોપ યુઝરે પણ પાસવર્ડ સબમિટ કરવો પડે છે.

સ્માર્ટફોનને કારણે પાસવર્ડની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે ફોનની વિવિધ એપ્સ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. જ્યારે લોકો પાસે ફીચર ફોન હતો ત્યારે માત્ર કી પેડ લોકનો ઓપ્શન મળતો હતો. તેને નંબરની મદદથી પ્રોટેક્ટ કરતા હતા. આ સિવાય ફોટો ગેલરી, કોન્ટેક્ટ અથવા ડાયલર પણ લોક કરી શકતા હતા. સરવાળે કહીએ તો 4થી 5 પાસવર્ડમાં કામ પૂરું થઈ જતું હતું.

સિક્યોર પાસવર્ડ જનરેટ કરવા આ વાતોનું ઘ્યાન રાખો

 • પાસવર્ડમાં મિનિમમ 10થી 15 કેરેક્ટરનો ઉપયોગ કરો
 • આલ્ફાબેટ અને નંબર્સનો ઉપયોગ કરો
 • પાસવર્ડમાં એક આલ્ફાબેટ કેપિટલ જરૂર રાખો
 • ! @ # $ % ^ & * ) જેવાં સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરો
 • સમયાંતરે પાસવર્ડ બદલતાં રહો
 • શક્ય હોય તો પાસવર્ડને OTP સાથે પણ પ્રોટેક્ટ કરો

પાસવર્ડ જનરેટ કરવામાં આ ભૂલ ન કરો

 • સરળ શબ્દોનો ઉપયોગ ન કરો
 • 8થી ઓછા કેરેક્ટરનો ઉપયોગ ન કરો
 • પોતાનું નામ, બર્થ ડેટ જેવી પર્સનલ ડિટેલનો ઉપયોગ ન કરો
 • પોતાના યુઝરનેમને પાસવર્ડ ન બનાવો.
 • કોઈને પૂછ્યા બાદ પાસવર્ડ ન બનાવો.

કોમન પાસવર્ડ
જે પ્લેટફોર્મનું ઓછું કામ હોય પરંતુ પાસવર્ડ સબમિટ કરવાનો હોય તેમાં મોટે ભાગે યુઝર કોમન પાસવર્ડ સબમિટ કરતાં હોય છે. નામ, બર્થ ડેટ, મોબાઈલ નંબર સહિતની ડિટેલને પાસવર્ડ બનાવતાં હોય છે. તેમાં 123456, ABCD, ABC@123, Name@123 જેવાં કોમ્બિનેશન બહુ જ કોમન હોય છે.

કોમન પાસવર્ડ સૌથી વધારે ચોરી થાય છે. હેકર્સ આંખના પલકારે આ પાસવર્ડ ક્રેક કરી શકે છે. તેથી આ પ્રકારના પાસવર્ડથી બચવું જોઈએ.

હવે પાસફ્રેઝનો ઉપયોગ કરવા લાગ્યા યુઝર
ઘણા યુઝર ડેટા અને ડિવાઈસના પ્રોટેક્શન માટે પાસવર્ડને બદલે પાસફ્રેઝનો ઉપયોગ કરી રહ્યા છે. અન્ય પાસવર્ડની સરખામણમીએ તેને ક્રિએટ કરવા સરળ હોય છે પરંતુ તેને ક્રેક કરવા અઘરું કામ છે. અલગ અલગ પ્લેટફોર્મ પર પાસવર્ડ બનાવવા અને તેને યાદ રાખવા સરળ બને છે ઉદાહરણ દ્વારા તેને સમજો...

માની લો કે તમે અમદાવાદમાં રહો છો. તો તમે I live in Ahmedabadમાંથી દરેક પ્રથમ અક્ષર મેળવીએ તો IliA બનશે. હવે એપ પ્રમાણે ફેસબુકનો f કે જીમેલનો g લીધો. સાથે જ હંમેશાં યાદ રહે તેવા નંબર્સ એડ કરી લીધા. તેમાં ડેટઓફ બર્થ કે યર સામેલ કરી શકો છો. હવે તમારો જીમેલ પાસવર્ડ IliAg2015 અને ફેસબુકનો પાસવર્ડ IliAf2015 બની શકે છે. આ રીતે તમે કોઈ પણ પાસફ્રેઝ બનાવી શકો છો.