તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓનલાઈનનું ચલણ વધવાની સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બ્રિટનના અખબાર ધ સનના એક રિપોર્ટ પ્રમાણે, 300 કરોડથી વધારે ઈમેલ આઈડી લીક થયાં છે. આ પહેલાં 2017માં પણ 100 કરોડથી વધારે યુઝર્સનાં ડેટા લીક થયાં હતાં.
નેટફ્લિક્સ અને લિંક્ડઈન પ્રોફાઈલ પણ સામેલ
રિપોર્ટ પ્રમાણે, લીક થયેલાં ડેટામાં જીમેલ સિવાય 11.7 કરોડ નેટફ્લિક્સ અને લિંક્ડઈન પ્રોફાઈલ સામેલ છે. ડેટા લીક સાથે પ્રથમ વખત નેટફ્લિક્સ અને લિંક્ડઈન પ્રોફાઈલનું નામ જોવા મળ્યું છે. ડેટા લીકમાં Minecraft, Badoo, Bitocoin અને Pastebinનાં યુઝર્સ પણ પીડિત બન્યા છે. આ ડેટા લીકને COMB (કમ્પ્લાયન્સ ઓફ મેની બ્રીચીસ) કહેવામાં આવી રહ્યું છે.
નેટફ્લિક્સ અને ગૂગલનો એક જ પાસવર્ડ રાખનાર યુઝર્સ શિકાર
હેકિંગનાં માધ્યમથી આશરે 1500 કરોડ અકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી હતી, જ્યારે આશરે 320 કરોડ લોકોના ઈમેલ આઈડી પાસવર્ડ હેક કરવામાં આવ્યા હતા. જીમેલ અને નેટફ્લિક્સ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરતાં હોય તેવા યુઝર્સ વધારે શિકાર બન્યા છે. યુઝર્સના આ ડેટાને ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવ્યો છે. ચોરી થયેલાં આ ડેટાનો ઉપયોગ અન્ય અકાઉન્ટ્સ હેક કરવા માટે પણ થઈ શકે છે.
જો તમને અકાઉન્ટ હેક થવાનો ભય છે તો એક્સપર્ટની સલાહ માની આ રીતે તેને સિક્યોર કરો
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.