તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેસબુકનો કમ્પ્લાયન્સ રિપોર્ટ:1 મહિનામાં કંપનીએ 18 લાખ ન્યુડિટી અને સેક્સ્યુઅલ એક્ટિવિટીની પોસ્ટ દૂર કરી, Koo અને ગૂગલે પણ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં લાગુ થયેલા નવા IT નિયમો હેઠળ ફેસબુકે તેનો કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીના રિપોર્ટ પ્રમાણે, 15મેથી 15 જૂન વચ્ચે હેટ સ્પીચના 3,11,000 કન્ટેન્ટ અને 18 લાખ ન્યુડિટી અને સેક્સ્યુઅલ એક્ટિવિટી પોસ્ટ દૂર કરી છે. આ પહેલાં Koo અને ગૂગલ પોતાનો કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરી ચૂકી છે. નવા નિયમો મુજબ દેશમાં 50 લાખથી વધારે યુઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પોતાનો કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કરવો પડશે.

ફેસબુકે 15મેથી 15 જૂન વચ્ચે પોતાનાં પ્લેટફોર્મ અને ઈન્સ્ટાગ્રામ પરથી 'ખતરનાક સંગઠન અને વ્યક્તિ: સંગઠિત નફરત' નીતિ હેઠળ, 75,000 કન્ટેન્ટ, 'ખતરનાક સંગઠન અને વ્યક્તિ: આતંકી દુષ્પ્રચાર' નીતિ હેઠળ 106,000 કન્ટેન્ટ અને ઉત્પીડન સબંધિત કન્ટેન્ટની 1,18,000 પોસ્ટ દૂર કરી છે.

AIથી પોસ્ટનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં અમને પોતાના યુઝર્સને ઓનલાઈન સુરક્ષિત રાખવા માટે પોતાના એજન્ડા આગળ વધારવા માટે પ્રોદ્યોગિકીમાં સતત રોકાણ કર્યું છે. અમે પોતાની નીતિઓ વિરુદ્ધ કન્ટેન્ટની ઓળખ કરવા માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), પોતાના ગ્રુપનો રિપોર્ટ અને ટીમની સમીક્ષાનો ઉપયોગ કરીએ છીએ. અમે ટ્રાન્સપરન્સીની દિશામાં પ્રયાસો પર કામ કરવાનું યથાવત રાખીશું.

ગૂગલનો કમ્પ્લાયન્સ રિપોર્ટ
ગૂગલના કમ્પ્લાયન્સ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કંપનીને આ વર્ષે એપ્રિલમાં યુઝર્સની લોકલ કાયદા અને વ્યક્તિગત અધિકારોના ઉલ્લંઘન સંબંધિત 27,700થી વધારે ફરિયાદ મળી છે. તેમાંથી કંપનીએ 59,350 કન્ટેન્ટ દૂર કર્યા છે.

Kooએ 22.7% પોસ્ટ દૂર કરી
કંપનીએ જૂન મહિનાનો કમ્પ્લાયન્સ રિપોર્ટ જાહેર કર્યો છે. તે મુજબ તેને 5502 પોસ્ટ સંબંધિત ફરિયાદ મળી હતી તેમાંથી 22.7% અર્થાત 1253 પોસ્ટ દૂર કરી હતી બીજી 4249 પોસ્ટ પર અન્ય કાર્યવાહી થઈ હતી. Koo એપના 60 લાખથી પણ વધારે યુઝર્સ છે.

અન્ય સમાચારો પણ છે...