જુગાડનો જમાનો:OTTના પાસવર્ડ માટે સ્ટાર્ટઅપ, નેટફ્લિક્સના 22 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બીજા સાથે પાસવર્ડસ શેર કરે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

OTT પ્લેટફોર્મ સાથે જોડાયેલા લોકો પાસવર્ડની કિંમતને સારી રીતે જાણે છે. માસિક સબ્સ્ક્રિપ્શન ફીથી બચવા માટે ઘણાં લોકો તેના મિત્રો અને સગા-સંબંધીઓ સાથે પાસવર્ડ શેર કરે છે. આ સામાન્ય એવા જુગાડે હાલ મનોરંજનનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઘરમાં કાકા, કાકીથી લઈને માસી સુધી આ પાસવર્ડ ફરે છે અને અંતે તે 'ફેમિલી ફ્રેન્ડ' સુધી પણ પહોંચે છે. પાસવર્ડ શેરિંગને કારણે ઘણાં OTT પ્લેટફોર્મને સારું એવું નુકસાન થઈ રહ્યું છે. નેટફ્લિક્સે અહેવાલ આપ્યો છે કે, જાન્યુઆરી-માર્ચ 2022માં, વિશ્વભરમાં 2 લાખ સબ્સ્ક્રાઇબર્સમાં ઘટાડો નોંધાયો છે. એક દાયકામાં આવું પહેલીવાર બન્યું. એવો અંદાજ છે કે, નેટફ્લિક્સના વિશ્વવ્યાપી 22.2 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બીજા ૧૦ કરોડ લોકો સાથે પાસવર્ડ્સ શેર કરે છે.

સ્ટાર્ટઅપ્સ નજીવી કિંમતે પાસવર્ડ્સ આપી રહ્યા છે
મફતમાં પાસવર્ડ મેળવવાના સંઘર્ષે દેશમાં ઘણા નવા વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સ બનાવ્યા છે. આ સ્ટાર્ટઅપ્સ નજીવી કિંમતે પાસવર્ડ્સ આપી રહ્યા છે. દિલ્હીનો એક સોફ્ટવેર એન્જિનિયર અડધી કિંમતે OTT સબ્સ્ક્રિપ્શન આપી રહ્યા છે. એક પાસવર્ડ 5-10 લોકોને વેચવામાં આવે છે, જે અલગ-અલગ સમયે પ્લેટફોર્મ પર મૂવી અથવા સિરીઝ જુએ છે, તેથી કોઈ સમસ્યા રહેતી નથી. દિલ્હીમાં એવાં ઘણાં રીસેલર છે કે, જે ઓછી કિંમતે OTT સબ્સ્ક્રિપ્શન્સ પૂરું પાડી રહ્યા છે. એ જ રીતે ઘણાં લોકોએ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર પણ સબસ્ક્રિપ્શન પાસવર્ડ વેચવાનો બિઝનેસ શરૂ કરી દીધો છે.

પ્રતિ કલાક 5 રૂપિયાનું સબ્સ્ક્રિપ્શન આપવાની યોજના
માર્ચમાં યોજાયેલી દિલ્હી સરકારની બિઝનેસ બ્લાસ્ટર ઇવેન્ટમાં ધોરણ 12ના 4-5 વિદ્યાર્થીઓએ 'OTT હબ' નો આઇડિયા રજૂ કર્યો હતો. જે લોકો એકાદ-બે ફિલ્મો જોવા માગે છે તેમના માટે આ સ્ટાર્ટઅપ દર કલાકે 5 રૂપિયાનું સબ્સક્રિપ્શન આપવાની યોજના ધરાવે છે. શેરિંગની સમસ્યાથી બચવા માટે નેટફ્લિક્સે માર્ચમાં ત્રણ લેટિન અમેરિકન દેશોમાં નવી નીતિની ટ્રાયલ હાથ ધરી હતી. પરિવારની બહાર પાસવર્ડ શેર કરવા માટે વધારાના ચાર્જની માંગણી કરી હતી. આના પર ઘણાં યૂઝર્સે સબ્સક્રિપ્શન કેન્સલ કરી દીધું. આ દરમિયાન પ્લેટફોર્મે પાસવર્ડ્સ શેર કરવા માટેનો અવકાશ પણ વ્યાખ્યાયિત કર્યો છે. પહેલીવાર તેણે સ્પષ્ટ કર્યું છે કે, ઘરની બહાર પાસવર્ડ શેર કરી શકાતા નથી. ઘર એટલે કે જ્યાં સબ્સક્રાઈબર રહે છે.